Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

૧૪ લાખના ચેકો પાછા ફરતા રામક્રિષ્ના લેસર સેન્ટરના ભાગીદારો સામે કોર્ટમાં થયેલ ફરિયાદ

લીમકા બુકમાં સ્થાન ધરાવતા રાજકોટના ડોકટરને આપેલ

રાજકોટ તા ૨૯ : રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ ક્રિષ્ના આઇ ઓસ્પીટલ વાળા ડોકટર અતુલભાઇ બદીયાણીએ રામક્રિષ્ના લેસર સેન્ટરના ભાગીદારોને ધંધાના વિકાસ માટે આપેલ રૂપીયા ૧૪ લાખ પરત ચુકવવા માટે અપાયેલ ચેકો બાઉન્સ થતા ડોકટરે અદાલતમાના દ્વાર ખટખટાવતા અદાલતે આરોપીઓને હાજર થવા હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર ક્રિષ્ના આઇ કેરના નામથી હોસ્પિટલ ધરાવતા અને અનેક સામજીક સંસ્થાઓમાં નિામુલ્યે આંખની સારવારની સેવાઓ પુરી પાડતા લીમકા બુક ઓફ રેકોર્ડમાં દુનિયાની સોૈથી ઝડપી કેટ્રેકટ સર્જરી માટે લીમકા બુક રઢકર્ડમાં સ્થાન ધરાવતા નામાકિંત ડોકટર અતુલભાઇ બદીયાણીએ પોતાની ફરીયાદમાં જણાવેલ છે કે રાજકોટના નાનામૈવા મેઇન રોડ પર આવેલ  પી.જી.વી.સી.એલ. ઓફીસની સામે આવેલ રામક્રિષ્ના લેસર સેન્ટર (નવુ નામ સોૈરાષ્ટ્ર લેસર સેન્ટર) ના નામથી આઇ કેર પ્રોડકટસ તથા લેસર રીફેકટીવ સર્જરી મશીન તથા સંલગીત વસ્તુઓનો વ્યવસાય તથા વ્યાપાર કરતા તેના ભાગીદારો (૧) કિરણકુમાર ભટ્ટ રહે. નિલકંઠ,૪-બેકબોન શોપીંગ સેન્ટર, માયાણીનગર રાજકોટ તથા (ર) હાર્દિક રમેશભાઇ કાકડીયા (પટેલ) રહે. 'અમૃત' પર્ણકુટીર સોસાયટી, નાના મૈવા રોડ મેઇન રોડ, રાજકોટ વાળાઓએ ફરીયાદી ડોકટરે તેમના લેસર સેન્ટરમાં રીફેકટીવ સર્જરી મ્આંખના નંબર ઉતારવા) કરવા આવતા હોય તેઓ વચ્ચે પાંચેક વર્ષથી સબંધો સ્થપાયેલ હતા, જેથી આરોપીઓન પોતાના ધ઼ધાના વિકાસ માટે નાંણાની જરૂરીયાત ઉપસ્થિત થતાં તેઓએ ડોકટર પાસેથી સમયાંતરે ચેક દ્વારા રૂ.૧૪ લાખ મેળવેલ હતાં.

આરોપીઓએ ફરીયાદી ડોકટર પાસેથી ઉછીની લીધેલ રકમ પરત ચુુકવવા માટે રામક્રિષ્ના લેસર સેન્ટરના ભાગીદાર દરજ્જે અલગ અલગ ૪ ચેકો આપેલ હતા જે ચેકો તેમાં જણાવેલ તારીખે ફરીયાદીએ પોતાના બેંકના ખાતામાં વટાવવા માટે જમા કરાવેલ હતા, પરંતુ આરોપીઓએ ચાલકી પૂર્વક પોતાની પેઢીનું નામ રાકક્રિષ્ના લેસર સેન્ટરમાંથી સોૈરાષ્ટ્ર લેસર સેન્ટર કરી નાખેલ અને રામક્રિષ્ના લેસર સેન્ટર નામના ખાતાઓ બંધ કરાવી દીધેલ હોય તમામ ચેકો બાઉન્સ થયેલા હતા. ચેકો બાઉન્સ થતા ફરીયાદીએ તેમના એડવોકેટ તૃષાર ગોકાણી મારફત આરોપીઓને નોટીસ આપી રકમ ચુકવી આપવા જણાવેલ હતું પરંતુ આરોપીઓએ નોટીસમાં માંગણી કરેલ રકમ ન ચુકવતા ફરીયાદીએ રાજકોટની અદાલતમાં આરોપીઓ રામક્રિષ્ના લેસર સેન્ટર તથા તેના ભાગીદારો કિરણ ભટ્ટ અને હાર્દિક રમેશભાઇ કાકડીયા વિરૂધ્ધ ફરીયાદ કરતા અદાલતે તમામ આરોપીઓને અદાલતમાં હાજર રહેવા આદેશ કરેલ હતો.

આ કામમાં ફરીયાદી ડો અતુલ બદીયાણી વતી ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગોૈરાંગ ગોકાણી, કેવલ પટેલ રોકાયેલ છે.

(4:00 pm IST)