Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

મેલેરીયા વિભાગમાં મળતીયાઓને ઘુસાડવાનો પ્રયત્નઃ જાગૃતિબેન ડાંગર

મેલેરીયા વિભાગના માત્ર ૭૩ કર્મચારીના હવાલે ૧૭ લાખની વસતીઃ વોર્ડ નં.૧૩નાં કોંગી કોર્પોરેટર દ્વારા રજૂઆત

રાજકોટ તા. ૨૯: શહેરમાં મચ્છરજન્ય ડેંગ્યુ મેલેરિયાના રોગચાળો બેકાબુ બની રહ્યું છે. જેથી રોગચાળો કાબુમાં લેવામાં તંત્ર નિષ્ફળ રહ્યુ છે. મેલેરિયા વિભાગમાં માત્ર ૭૩ કર્મચારીજ છે તેમજ મેલેરીયા વિભાગમાં મળતીયાઓને ઘુસાડવા પ્રયત્ન થયા રહ્યાની રજૂઆત વોર્ડ નં.૧૩નાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વાર મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીને કરવામાં આવી છે.

આ અંગે જાગૃતિબેનએ પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે, સમગ્ર રાજકોટમાં હાલ જે રીતે રોગચાળાએ ભરડો લીધો છે એ જોતા રાજકોટની અંદર અસંખ્ય મેલેરીયા અને ડેંગ્યુના કેસો જોવા મળી રહ્યા છે જે જોતા મેલેરીયા વિભાગનો લશ્કર ૧૭ લાખની વસ્તી સામે ફકત ૭૩ કર્મચારીઓની સાથે મચ્છરો સામે અને રોગચાળા સામે લડવા નીકળ્યું છે. ૧૯૭૯ની અંદર કર્મચીરનું જે સેટઅપ હતું ત્યારે રાજકોટની વસ્તી અંદાજીત ૩ થી ૩.૫ લાખ હતી દર વર્ષે ડેન્ગ્યુ, મેલેરીયા અને ચીકનગુનીયાના કેસોમાં ઉત્તરોતર વધારો થયો છે.

વધુમાં જાગૃતિબેનએ જણાવ્યું હતું કે, હાલ મનપામાં ભરતીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જેમાં બિનઅનુભવી ૧૦ પાસ માણસો ભરવાના છે. શું ખરેખર આ ભરતી સેટીંગથી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે રીતે ૨૦૧૨ની અંદર ૨૭ માણસોની ભરતી કરવામાં આવેલી અને હાઇકોર્ટે જે ભરતી રદ્દ કરેલ એ બધા વ્હાલાઓને અને મળતીયાઓને ફરી આ વિભાગની અંદર ઘુસેડવાનો પ્રયાસ થતો હોય છે. દસ-દસ વર્ષથી ફિલ્ડ વર્કરો જે કામ કરી રહ્યા છે જે અનુભવી છે અને બહોળો અનુભવ ધરાવે છે તો આ લોકોને અન્યાય શા માટે ? તેમ જાગૃતિબેને સવાલ કર્યો છે.(૨૧.૨૮)

 

(3:38 pm IST)