Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

રાજકોટમાં ૧૦૦૦ બેડ છે, ૧પ૦૦ વધારીને હવે કુલ રપ૦૦ કરાશે

બધા દર્દીઓને એક સાથે બેડની જરૂર રહેતી નથી : નવી વ્યવસ્થા પછી રાજકોટમાં ૩પ૦૦ એકટીવ કેસ એક સાથે હોય ત્યાં સુધી બેડની ચિંતા નહીં

રાજકોટ : મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ આજે જાહેર કર્યા મુજબ રાજકોટમાં કુલ કોરોનાની રપ૦૦ બેડ કરવામાં આવશે. હાલ ૧૦૦૦ બેડ છે તેમાં ૧પ૦૦ નો વધારો કરાશે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ એકદંમ ખરાબ હતી ત્યારે મહતમ ૪૦૦૦ બેડની જરૂર પડેલ. રાજકોટમાં તેના કરતા વસ્તી ઘણી ઓછી છે. દરેક દર્દીને હોસ્પિટલમાં રોકાયને સારવારની જરૂર હોતી નથી. રપ૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ થયે એક સાથે ૩પ૦૦ જેટલા દર્દીઓને સારવાર આપી શકાશે તેમ વહીવટી તંત્રના વર્તુળોનું કહેવું છે.

(4:29 pm IST)