Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

સગીરા ઉપરના બળાત્કારના ગુનામાં આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

મોબાઇલમાં અર્ધનગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરેલ

રાજકોટ તા. ર૯: સગીરાને લલચાવી-ફોસલાવી દુષ્કર્મ આચરવાના ગુનામાં પકડાયેલ અહીંના સમૃધ્ધિનગર વામ્બે આવાસ યોજના ત્રણ માળીયા કવાટર્સમાં કાલાવાડ રોડ ઉપર રહેતા આરોપી સોહીલ હનીફશા શાહમદારે જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેસ. જજ શ્રી ડી. ડી. ઠકકરે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, આરોપી ભોગ બનનાર સગીરાને લગ્ન કરવાની ।ાલચ આપી ભગાડી જઇ અર્ધનગ્ન ફોટા પાડી શોશ્યલ મીડીયામાં વાયરલ કરવાની ધમકી આપી. શરીર સંબંધ બાંધીને ગુનો કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

આ ગુનામાં આરોપી દ્વારા જામીન પર છુટવા અરજી કરતાં સરકારી વકીલ શ્રી સમીર ખીરાએ રજુઆત કરેલ કે, બનાવનો ભોય બનનાર સગયીર છે. આરોપીએ તેનું જીવન બરબાદ કરેલ છે. આરોપી સામે સમાજ વિરોધી ગંભીર ગુનો હોય જામીન પર છોડી શકાય નહિં.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી. સેસન્સ જજ શ્રી ડી. ડી. ઠકકરે આરોપીની જામીન અરજીને નકારી કાઢી હતી.

આ કામમાં સરકારપક્ષે મદદનીશ સરકારી વકીલ શ્રી સમીર ખીરા રોકાયા હતાં.

(3:58 pm IST)