Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

પૂ. આદર્શચંદ્ર મુનિ મહારાજ સાહેબની નિશ્રામાં યુવા શિબિર

ચેન્નાઈમાં પૂ.આદર્શચન્દ્ર મહારાજ સાહેબની નિશ્રામાં શ્રી ગુજરાતી શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન એસોસિયેશનના પ્રાંગણમાં યુવા શિબિરનું આયોજન કરેલ એન ૧૮ થી ૭૫ વર્ષની ઉંમરના યુવાઓ અને વડીલોએ સારી સંખ્યામાં હાજરી આપી અને ખાસ અહવાન કરેલ કે યુવાઓ થોડા શાંત થાવ દિવસે દિવસે જેમ જેમ ઈન્ટરનેટની સ્પીડ વધે છે તેમ તેમ ધીરજ ઘટતી જાય છે. આજનો યુવા ડિજિટલ યુગમાં એટલો હોતપ્રોત થઈ ગયો છે કે આકરાત્મિક સ્વભાવ થઈ ગયો છે, સંસ્કાર ભૂલી ગયો છે અને કોર્પોરેટ જગતમાં ગુંચવાય ગયો છે. દરેક જગ્યાએ સ્પર્ધા ચાલે છે કે હું કેમ આગળ આવું તેમાં પોતાનું, સમાજનું, દેશનું શું નુકશાન થાય છે તેની પડી નથી બસ મશીનની જેમ ભાગ્યા કરવું છે કયાંય પણ ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતો! પૂજય ગુરૂદેવનું કહેવું છે ભાગો પણ શાંત ચિતે, જીવનનું એક ફોકસ હોવું જોઈએ, ફૂલ જેવા બનો કુંડાના ફૂલ નહિં બનતા જે આજે ખીલે છે અને આવતીકાલે કરમાય જશે પણ સોનાના ફૂલ જેવા બનજો જે પેઢીઓની પેઢી ચાલશે અને કોઈ દિવસ કરમાશે નહિ! તેમ અમિતાબ દોશી (ચેન્નાઈ)ની યાદીમાં જણાવેલ.

(12:20 pm IST)