Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

રવિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટમાં: રાષ્ટ્રીય સબ જુનિયર – જુનિયર એકવાટિક ચેમ્પીયનશીપનું સમાપન કરાવશે

-નિર્માણાધિન આઇકોનીક એસટી બસ સ્ટેન્ડની નિરીક્ષણ મૂલાકાત

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કાલે રવિવાર તા.૩૦મીએ સાંજે રાજકોટમાં ૩૬મી ગ્લેનમાર્ક સબ જુનિયર અને ૪૬ મી જુનિયર એકવાટીક ચેમ્પીયનશીપ-ર૦૧૯નું સમાપન કરાવશે. 

દેશના ૩૦ રાજ્યોના ૧ર૦૦ થી વધુ તરવૈયાઓએ આ પાંચ દિવસીય આ સ્પર્ધામાં વિવિધ તરણ રમતોમાં ભાગ લીધો હતો. ગુજરાતના સ્વીમર્સને આ સ્પર્ધાઓમાં ૯ મેડલ્સ મળ્યા છે. 

મુખ્યમંત્રી રાજકોટમાં કોઠારિયા રોડ પરના સરદાર વલ્લભભાઇ પટેલ સ્વીમીંગ પૂલ ખાતે આ સ્પર્ધાનું સમાપન કરાવશે અને વિજેતાઓને સન્માનિત કરશે. 

  વિજયભાઇ રૂપાણી રાજકોટમાં અંદાજે રૂ. ૪પ કરોડના ખર્ચે નિર્માણાધિન આઇકોનિક બસ ટર્મિનલની મુલાકાત લઇ કામગીરી પ્રગતિનું નિરીક્ષણ પણ આવતીકાલે કરવાના છે. 

મુખ્યમંત્રી રાજકોટની તેમની આ એક દિવસીય મુલાકાત દરમ્યાન સાંજે રાજકોટ શહેર પોલીસ અને જ્યોતિ સી.એન.સી. આયોજિત ડે-નાઇટ ફૂટબોલ ચેલેન્જ કપના ઇનામ વિતરણમાં તેમજ શ્રી સમસ્ત બ્રહ્મસમાજના ‘જ્ઞાન સંકલ્પ’ કાર્યક્રમમાં પણ જોડાવાના છે. 

મુખ્યમંત્રી રવિવારે મોડી રાત્રે ગાંધીનગર પરત આવશે.

(8:17 pm IST)