Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

પુષ્કરધામ રોડની ૧૪ દુકાનોનાં છાપરા હોર્ડીંગ બોર્ડના દબાણો દુર કરાયા

ટાઉન પ્લાનીંગ વિભાગે પાર્કીગ ખુલ્લા કરાવવાં શરૂ કરી ઝુંબેશ

રાજકોટ, તા., ૨૯: શહેરના રાજમાર્ગો  ઉપર વાહન પાર્કીગની જગ્યાના અભાવે રોડ ઉપર આડેધડ વાહનો ખડકાઇ જાય છે પરીણામે રસ્તા ઉપર ટ્રાફીકજામ સહિતની સમસ્યા સર્જાઇ રહી છે. આથી મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ રોડ ઉપર આડેધડ વાહન પાર્કીગ કરનારાઓને દંડ ફટકારવાની ઝુ઼બેશ હાથ ધરી છે. તેની સાથોસાથ કોમર્શીયલ કોમ્પલેક્ષો અને દુકાનોના પાર્કીગની જગ્યામાં થયેલ દબાણો દુર કરી અને વાહન પાર્કીગની જગ્યાઓ ખુલ્લી કરવાની ઝુંબેશ પણ શરૂ કરી છે. જે અંતર્ગત આજે પુષ્કરધામ મેઇન રોડ ઉપર ૧૪ દુકાનોના છાપરા, હોર્ડીંગ બોર્ડ સહીતના ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું.

આ અંગે ટાઉન પ્લાનીંગ ઓફીસર શ્રી એમ.ડી. સાગઠીયાએ આપેલી વિગતો મુજબ આજે વોર્ડ નં. ૧૦માં પુષ્કરધામ મેઇન રોડ ઉપરની દુકાનોના પાર્કીગમાં થયેલ છાપરાઓ, ઓટલાઓ, સાઇન બોર્ડ, હોર્ડીંગ બોર્ડ વગેરેના દબાણો તોડી પાડી પાર્કીંગની જગ્યા ખુલ્લી કરાવાઇ હતી.

જેમાં (૧) આશાપુરા ટી સ્ટોલના ટોયલેટ, બાથરૂમ તોડી  પડાયા.

(ર) શ્રી રામ રેસ્ટોરન્ટ છાપરા અને ચીમની તોડી  પડાયા.

(૩) નિલકંઠ બેટરીનું સાઇડ બોર્ડ તોડી  પડાયું.

(૪) શકિત હોટલ છાપરા તોડી  પડાયા.

(પ) ન્યુ વિકાસ ડેરી ફાર્મ છાપરા તોડી  પડાયા.

(૬) શાંતિ નિકેતન કોલેજ સાઇન બોર્ડ તોડી  પડાયા.

(૭) બાલાજી ડેરી સાઇન બોર્ડ તોડી  પડાયા.

(૮) ધ સ્ટુલીંગ હેર આર્ટ છાપરા તોડી  પડાયા.

(૯) સ્વામીનારાયણ સ્ટોર છાપરા તોડી  પડાયા.

(૧૦) દર્શીત કલીનીક છાપરા તોડી  પડાયા.

(૧૧) કે.એન.કે. ટેલીકોમ સાઇન બોર્ડ તોડી  પડાયા.

(૧ર) પ્રાઇડ સ્કવેર બિલ્ડીંગ સાઇન બોર્ડ તોડી  પડાયા.

(૧૩) ચામુંડા ફરસાણ છાપરા તોડી  પડાયા.

(૧૪) ભવાની જનરલ સ્ટોર છાપરા તોડી  પડાયા વગેરે સ્થળે ડીમોલીશન હાથ ધરાયેલ.

આ ડીમોલીશનમાં વેસ્ટ ઝોનના એટીપી  એ.એમ.વેગડ, એ.જે.પરસાણા, આર.એન.મકવાણા તથા વિજીલન્સ પીએસઆઇ શ્રી ચુડાસમા અને તેમનો સ્ટાફ વગેરે જોડાયા હતા.

(4:13 pm IST)