Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિદ્યાર્થીઓ માટે યોજાયો કારકીર્દીલક્ષી માર્ગદર્શન સેમીનાર

રાજકોટ તા. ૨૯ : વ્યવસાયકારોને જોડતી સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. દ્વારા આવનારી પેઢીમાં કૌશલ્ય વિકાસ થાય તે હેતુથી વિદ્યાર્થીઓ માટે એક કારકીર્દી માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો.

જેમાં વી.વી.પી. ના પ્રો. જોશી, આત્મીયના ડો. માંડવીયા, ડો. તિવારી, લાભુભાઇ ત્રિવેદી કોલેજના ડો. રામાણી, દર્શન કોલેજના ડો. મનીષ સંઘાણી, શનસાઇન કોલેજના ડો. વિકાસ અરોરાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન અપાયુ હતુ.

ચેમ્બરના પ્રમુખ નલીન ઝવેરીએ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના સુચનો કરી અનિવાર્ય જરૂરીયાતો અંગે માર્ગદર્શન આપેલ. આ કાર્યક્રમમાં પ્રિન્સીપાલશ્રીઓ તેમજ ચેમ્બરના પદાધિકારીઓએ અનુભવોનો નિચોડ રજુ કરી વિવિધ ઔદ્યોગીક અને વ્યવસાયીક મુદ્દે છણાવટ કરી હતી.

સમગ્ર ચર્ચામાં ચેમ્બરના પ્રતિનિધિ રાજેશભાઇ કુકડીયા, સ્મિતભાઇ કનેરીયા, રાજેશભાઇ રાણપરીયા, વિનુભાઇ વેકરીયા, ફેનિલ મહેતા, મૌતિક ત્રિવેદી, સંજય  કનેરીયા, જીતેન્દ્ર ઘેટીયા, પ્રકાશ ઠકકર, જયસુખ આડેસરા તેમજ સભ્યોએ ઉપયોગી સુચનો અને સહકારની ખાત્રી આપી હતી. સમગ્ર સંચાલન સૌરાષ્ટ્ર ચેમ્બરના મહામંત્રી સંજયભાઇ લાઠીયાએ કરેલ.

(3:25 pm IST)