Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

બેંક ઓફ બરોડા દ્વારા ટાઉન હોલ મીટીંગ

બેંક ઓફ બરોડા ઝોનલ ઓફીસ દ્વારા બેન્ક વિલીનીકરણ બાદની સ્થિતી અંગે ચર્ચા કરવા પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે એક મીટીંગ યોજવામાં આવી હતી. બેંક ઓફ બરોડાના કાર્યકારી નિર્દેશક વિક્રમાદિત્ય ખીંચીની અધ્યક્ષતામાં યોજાયેલ આ ટાઉન હોલ મીટીંગમાં બેંક ઓફ બરોડા ઉપરાંત પૂર્વ દેનાબેંક, પૂર્વ વિજયાબેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવા બનેલા ઝોન હેઠળ સૌરાષ્ટ્રમાંૅ બેંકની ૪૨૮ જેટલી શાખાઓ થઇ છે. ભાવનગર, ભુજ, જામનગર, રાજકોટ રિજીયનથી વિભાજીત આ ક્ષેત્રમાં કૃષિ, એમ.એસ.એમ.ઇ. તેમજ નાના વેપારીઓને બેંક વધુ સારી ઝડપી સેવા આપી શકશે. રાજકોટ ઝોનના ઝોનલ હેડ સંજીવ ડાભોલ, ડે. ઝોનલ હેડ સચદેવા, રાજકોટ ક્ષેત્રના પ્રમુખ સંજય ગુપ્તાએ ઉપસ્થિત કર્મચારીઓને સંબોધન કરર્યુ હતુ. આ પ્રસંગે બેંક ઓફ બરોડાના ડાયરેકટર ભરત ડાંગર પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના છેલ્લા દોરમાં કર્મચારીઓ સાથે પણ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી.

(3:25 pm IST)