Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

રાજકોટ લોહાણા મહાજનની ચુંટણીમાં જોશભેર ઝંપલાવતા દિલીપ ચતવાણી

વાડીના સદ્દઉપયોગથી નવી આવક રળી અપાવવાની નેમ : યુવાનો માટે કાઉન્‍સેલીંગ

રાજકોટ તા. ૨૯ : લોહાણા મહાજનની ચુંટણીમાં એડવોકેટ દિલીપભાઇ ચતવાણીએ ઉમેદવારી ફોર્મ ભરી સમાજ ઉપયોગી કાર્યોની નેમ વ્‍યકત કરી છે.

વડીલોએ મમત્‍વ છોડી યુવાનોને તક આપવા તેઓએ અનુરોધ કર્યો છે. વધુમાં  મહીલાઓને પણ સંગઠનમાં આગળ આવવા અપીલ કરી છે.

સંપુર્ણ લોકશાહી રીતે તંદુરસ્‍ત વાતાવરણમાં ચુંટણી થાય તે માટે નિરીક્ષકોને  વિનંતી કરી છે.

પોતાની કાર્યપધ્‍ધતિઓનો ખ્‍યાલ આપતા દિલીપભાઇ ચતવાણીએ જણાવેલ છે કે રાજકોટની તમામ મહાજન વાડી સેન્‍ટ્રલી એ.સી. કરીને ટોકન દરે ફકત લાઇટ બીલ વગેરે વહીવટી ખર્ચ લઇને લગ્ન અને ભાગવત કથા જેવા ધાર્મિક કાર્ય માટે આપવામાં આવશે.

લગ્ન ન હોય ત્‍યારે ઓફ સીઝનમાં કોર્પોરેટ કંપનીઓને મીટીંગ માટે ઉપયોગમાં આપી સાઇડ ઇન્‍કમ ઉભી કરવા તેમજ લોહાણા મેરેજ બ્‍યુરોને પસંદગી મેળા માટે વિનામુલ્‍યે મળે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવાની નેમ દિલીપભાઇ ચતવાણીએ વ્‍યકત કરી છે.

છ લાખથી ઓછી આવક ધરાવા લોહાણા કુટુંબોને વડાપ્રધાન અને મુખ્‍યમંત્રીની આવાસ યોજનનો લાભ અપાવવા તેમજ રઘુવંશી યુવાનો સટ્ટાખોરી તરફ ન વળે તે માટે કાન્‍સેલીંગ શરૂ કરાવવાની તેયારી દિલીપભાઇ ચતવાણી (મો.૯૨૨૭૬ ૦૮૧૦૮) એ વ્‍યકત કરી છે.

(4:55 pm IST)