Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ફી પ્રશ્ને મોદી સ્‍કુલમાં NSUI કોંગ્રેસનો મોરચો

વાલીઓ સાથે ઉગ્ર રજુઆત-વાતાવરણ તંગ થતા પોલીસ દોડી આવી

રાજકોટઃ મોદી સ્‍કુલ ખાતે પ્રિન્‍સીપાલ ડો. વિમલભાઇ કગથરાને રજુઆત કરતા મુકેશભાઇ ચાવડા, રાજદીપસિંહ જાડેજા, આદિત્‍યસિંહ ગોહેલ, નીતીન ભંડેરી, ભરતસિંહ જાડેજા, જયકિશનસિંહ ઝાલા,  હરપાલસિંહ ઝાલા સહિતના નજરે પડે (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ર૯ : છેલ્લા કેટલાક સમયથી ફી પ્રશ્ને લડત ચલાવતુ એનએસયુઆઇ અને  યુવક કોંગ્રેસે આજે શહેરની ટોચની મોદી સ્‍કુલ ખાતે હલ્લાબોલ કરતા પોલીસ દોડી આવી હતી.

સેનેટર અને કોંગ્રેસના અગ્રણી ડો. રાજભા દિપસિંહ જાડેજા અને મુકેશભાઇ ચાવડાના નેતૃત્‍વમાં આજે એનએસયુઆઇ અને કોંગ્રેસ કાર્યકરો વાલીઓને સાથે રજુઆત માટે વીરાણી સ્‍કુલ પાછળ આવેલ મોદી સ્‍કુલે ગયા હતા.

એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે ફી વધુ લેવાય છે ધો.૧રનું સર્ટીફીકેટ નથી અપાતા અલગ બસાડાય છે સહિતના મુદે રજુઆત કરવામાં આવી છ.ે

કોંગ્રેસ અને યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા મુહીમ છેડવામાં આવી છે તેના ભાગરૂપે મોદી સ્‍કુલની અસંખ્‍ય ફરીયાદો મોદી સ્‍કુલ એફ.આર.સી.માં ગઇ છે. કે નહી તેનો પણ જવાબ માંગવામાં આવ્‍યો  મોદી સ્‍કુલ શિક્ષણ વિભાગના કેટલાક નિયમોનું પાલન કરે છેકે નહી તેનો પણ જવાબ માંગવામાં આવ્‍યો.

આ કાર્યક્રમમાં યુવક કોંગ્રેસના અગ્રણી મુકેશભાઇ ચાવડા, રાજદીપસિંહ જાડેજા, આદિત્‍યસિંહ ગોહિલ, નીતીન ભંડેરી, ભરતસિંહ જાડેજા, જયકિશનસિંહ ઝાલા, નીલુ સોલંકી, હરપાલસિંહ જાડેજા, ચેતનભાઇ મંડ, લાલભાઇ હુંબલ, વત્‍સલ પટેલ, વિશુભા જાડેજા, પરાગ મકવાણા, હર્ષ ગાગાણી, હરપાલસિંહ ઝાલા, નીલરાજ ખાચર સહિતના એનએસયુઆઇ કોંગ્રેસ અને યુવક કોંગ્રેસના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:44 pm IST)