Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

શાળા-કોલેજ આસપાસ ગુટકા-સીગારેટ વેચનાર ૩૨ તથા નાસ્‍તાના ૧૦ ધંધાર્થીઓને નોટીસ

રાજકોટઃ મ્‍યુ.કોર્પોરેશનના આરોગ્‍ય વિભાગે આજે સ્‍કુલની આજુ-બાજુના ૧૦૦ મીટર વિસ્‍તારમાં ગુટકા કે તંબાકુ પ્રોડકટ વેચવા ઉપર પ્રતિબંધના કોટપા એકટની અમલવારી કરી અને ૩૨ વેપારીઓને ત્‍યાંથી કુલ ૧.૫ કિલો તમાકુ ૫૮ પેકેટ સીગારેટ, બીડીની ૨૮૦ ઝુડી સહિતની તંબાકુ પ્રોડકટનો નાશ કરી તમામ વેપારીઓને નોટીસ પાઠવવામાં આવી છે તેમજ સંતકબીર રોડ વિસ્‍તારોમાં આરોગ્‍ય વિભાગે દરોડા પાડી અને પાન-બીડીના દુકાનદારો ઉપરાંત ખાણી-પાણીના લારી-ગલ્લાવાળા ૧૦ ધંધાર્થીઓનેનોટીસો ફટકારી હતી.  આ કામગીરીમાં આરોગ્‍ય અધિકારી ડો. પી.પી. રાઠોડ તથા એફએસઓ કે.જે. સરવૈયા, કે.એમ. રાઠોડ, આર.આર. પરમાર દ્વારા કરવામાં આવી હતી.

(4:12 pm IST)