Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

સુચિતના અટકેલા કામો હાથ પર લેવાશેઃ કલેકટર સાથે મીટીંગ

રાજકોટ તા.૨૯: સૂચિત સોસાયટીના અટકેલા કામો પર્ણ કરવા કલેકટર સાથે મીટીંગ ગોઠવાઇ હતી. જેમાં ધારાસભ્‍ય ગોવિંદ પટેલ તથા અરવિંદ રૈયાણી, ડે.કલેકટર એ.ટી.પટેલ હાજર રહેલ.

સૂચિત સોસાયટીના કેટલીક બાકી રહી ગયેલ સોસાયટીઓ તેમજ જેમને પૈસા ભરવાની નોટીસો અપાઇ ગઇ છે તેના પ્રશ્ને તેમજ જેમણે પૈસા ભરપાઇ કરેલ છે તેવા લોકોના પ્રશ્નો અંગે ચર્ચા થયેલ. બેન્‍કલોન અંગેનો પ્રશ્ન ચર્ચામાં લેવાયેલ જેમાં કલેકટરે ખાત્રી આપેલ કે બે દિવસમાં સીટીસર્વેનું અધૂરૂં કામ પૂર્ણ નહિ થાય તો હું બેન્‍કને એક ઓર્થેન્‍ટીક પત્ર લખીને અપાવેલ સનદ અને નોડયું. સર્ટીફિકેટ ઉપર લોન મળે તે રીટનો પત્ર લખી બેંકને જણાવશે.

જેમના પૈસા ભરવાના બાકી છે અને નોટીસો મળી ગઇ છે તેવા લોકો ઝડપથી પૈસા ભરપાઇ કરેતો તેવા લોકોને ઝડપથી સનદ ઇસ્‍યુ કરવામાં આવશે તેમ પણ નક્કી થયેલ. કેટલીક સોસાયટીઓ જે મંજુરી અર્થે ગાંધીનગરમાં પેન્‍ડીગ છે તેને પણ ઝડપથી મંજુરી મળે તે અંગે અમો રજૂઆત કરશું તેમ બંને ધારાસભ્‍યોએ જણાવેલ.

(4:02 pm IST)