Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ખુશી નૈષધ ભટ્ટે ઓસ્‍ટ્રેલીયામાં ઝળહળતી સફળતા મેળવીઃ સાયબર સિકયુરીટી પ્રોજેકટમાં તેની ટીમને ફર્સ્‍ટ પ્રાઇઝ

રાજકોટ તા.૨૯ : રાજકોટના વતની અને આઝાદ સંદેશ સાથે જોડાયેલા, સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ નૈષધ ભટ્ટ (નિકુ ભટ્ટ)ની પુત્રી ખુશી ભટ્ટે ઓસ્‍ટ્રેલિયાના પર્થની ઇ.ડી. યુનિવર્સીટીમાં રજૂ કરેલા સાયબલ સિકયુરીટી પરના પ્રોજેકટને ૪૭૫ સ્‍પર્ધકોમાં ફર્સ્‍ટ પ્રાઇઝ અને એવોર્ડ પ્રાપ્ત થયો છે.

ખુશી આ યુનિવર્સીટીમાં સાઇબર સિકયુરીટી પર અભ્‍યાસ અને સંશોધન કરી રહી છે. જેના છેલ્લા સેમેસ્‍ટરમાં પ્રોજેકટ રજૂ કરવાનો હોય છે. જેમાં ૪૭૫ સ્‍ટુડન્‍ટોએ ભાગ લીધો હતો. પરંતુ ખુશીની લીડરશીપમાં રજૂ થયેલા પ્રોજેકટે ફર્સ્‍ટ પ્રાઇઝ અને એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ એવોર્ડ મેળવી ખુશી ભટ્ટે ગુજરાત અને સમસ્‍ત બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યુ છે.

ઉલ્લેખનીય છે કે, ખુશી ભટ્ટ સૌરાષ્‍ટ્ર કચ્‍છ સેવા નિવૃત જોઇન્‍ટ ડાયરેકટર ઓફ ઇન્‍ફર્મેશન દિપકભાઇ ભટ્ટ ફુલછાબના સિનિયર જર્નાલીસ્‍ટ હેમેન ભટ્ટની ભત્રીજી, અમદાવાદ એકસીસ બેંકના ડેપ્‍યુટી વાઇસ પ્રેસીડન્‍ટ ભાર્ગવ ભટ્ટની બહેન અને જાણીતા સાહિત્‍યકાર નાટયકાર સ્‍વ.નિર્ભયભાઇ ભટ્ટની પૌત્રી છે. નિર્ભયભાઇ ભટ્ટ પરિવાર સાથે અકિલાનો દાયકાઓનો નાતો રહ્યો છે.

ભટ્ટ પરિવારની પુત્રી ખુશી ભટ્ટે નર્સરીથી લઇને ૧૨ સાયન્‍સ સુધીનો અભ્‍યાસ રાજકોટની ઇંગ્‍લીશ મિડીયમ સ્‍કૂલમાં કર્યો હતો. બાદમાં વીવીપી એન્‍જીનીયરીંગ કોલેજમાં તેણે આઇટીનો અભ્‍યાસ પુર્ણ કરી ચાર વર્ષ પહેલા ઓસ્‍ટ્રેલીયાના પર્થમાં માર્કેટીંગનો અભ્‍યાસ કરવા ગઇ હતી. પરંતુ તેણે આઇ.ટી. અભ્‍યાસ કર્યો હોય માર્કેટીંગને બદલે સાઇબર સિકયુરીટીનો અભ્‍યાસ પસંદ કર્યો હતો. સાયબર સિકયુરીટીના છેલ્લા સેમેસ્‍ટરમાં તેની લિડરશીપમાં સાઇબર સિકયુરીટી પ્રોજેકટ મુકવામાં આવ્‍યો હતો. આ પ્રોજેકટની પસંદગી થતા તેને ફર્સ્‍ટ પ્રાઇઝ અને એવોર્ડ પ્રાપ્ત થતા રાજકોટ સહિત દેશભરમાં નામ રોશન કર્યુ છે. હવે તે મેલબોર્ન ખાતે ઇડીયુ યુનિવર્સીટીનુ પ્રતિનિધિત્‍વ કરી ટીમ સાથે પ્રોજેકટ રજૂ કરવા જશે. તેમા તેની પસંદગી થશે તો હોંગકોંગ મોકલવામાં આવશે.

ખુશીના પિતા નૈષધ (નિકુ) ભટ્ટ જાણીતા કર્મકાંડી જયોતિષી છે અને પત્રકારત્‍વ સાથે જોડાયેલા છે. તેઓનું કહેવુ છે કે, મારે સંતાનમાં એક જ પુત્રી ખુશી છે. દીકરીને સહયોગ અને પ્રોત્‍સાહન આપવામાં આવે તો તે દેશનું નામ રોશન કરી શકે છે. મારી પુત્રી પુત્ર સમાન છે. ખુશીની આ સફળતા બદલ નિકુ ભટ્ટ (મો. ૯૪૨૬૨ ૪૭૦૧૦) ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

 

(10:47 am IST)
  • પહેલી જાન્યુઆરીથી જીએસટીનું નવું રિટર્ન ફોર્મ આવશે :સોફ્ટવેરની સફળતા પૂર્વક બીટા ટેસ્ટિંગ પછી સરકાર નવું રિટર્ન ફોર્મ લાવશે એવું ફાઈનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાએ જણાવ્યુ હતું.: જીએસટીના અંતર્ગત ખોટા ઈનપુટ ક્રેડિટના દાવાઓને કારણે મોટા ભાગે કરચોરી access_time 1:12 am IST

  • એમ.કે.ભાવનગર યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા કચ્છ યુનિવર્સિટીમાં પ્રોફે.બક્ષી ઉપર થયેલ અત્યાચાર વિરુદ્ધ રજિસ્ટ્રારને આવેદન પત્ર આપ્યું.. access_time 10:39 pm IST

  • તાલાલા તાલુકા પંચાયતમાં નવા વરાયેલા પ્રમુખે રાજીનામુ ફગાવ્યું :કોંગ્રેસ શાસિત તાલાલા તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખ ગીતાબેન કામળિયાનું રાજીનામું:પ્રજાલક્ષી કર્યો થતાંના હોવાનું કારણ આપીને રાજીનામુ ધરી દીધું :દસ દિવસ પૂર્વે જ થઈ હતી વરણી:કોંગ્રેસના આંતરિક અસંતોષના પગલે ભાજપ સત્તા આંચકી લે તો નવાઈ નહીં access_time 10:39 pm IST