Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

મિલ્‍કત વેરા બાકીદારો ઉપર ધોંસઃ ૧ નળ કપાતઃ ૩૪ મિલ્‍કતો સીલ

મનપાની વેરા શાખાની કાર્યવાહી :કુવાડવા રોડ, ૧પ૦ ફુટ રીંગ રોડ, રૈયા રોડ, ૮૦ ફુટ રોડ, મોરબી રોડ, પેડક રોડ, રજપૂતપરા, ટાગોર રોડ, સહિતના વિસ્‍તારની ર૦ મિલ્‍કતોને જપ્‍તી નોટીસઃ ૧.પ૦ કરોડની વસુલાત

રાજકોટ તા. ર૯ : મનપા દ્વારા મિલ્‍કત વેરા બાકીદારો સામે ધોકો પછાડતા આજે અડધા દિ' માં ૩૪ મિલ્‍કતોને સીલ કરવામાં આવી હતી. ૧ નળ કાપત કરી ર૦ મિલ્‍કતોને જપ્તી નોટીસ આપવામાં આવી હતી. આજે રૂા. ૧.પ૦ કરોડની વસુલાત કરવામાં આવી હતી.

મનપાની સત્તાવાર યાદી મુજબ મહાનગરપાલિકાનાં કમિશનર પટેલની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ર૦ર૩-ર૪ ની રીકવરી ઝૂંબેશ અંતર્ગત વોર્ડ નં. ૩ માં ૮૦ ફુટ રોડ પર આવેલ ૧-યુનિટ સીલ.

વોર્ડ નં. ૪ માં કુવાડવા રોડ પર આવેલ ર-યુનિટને નોટીસ આપેલ. જયકિશન સોસાયટી મેઇન રોડ પર આવેલ ર-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. પ માં પેડક રોડ પર આવેલ ૧ યુનિટને નોટીસ આપેલ.

જયારે વોર્ડ નં. ૭ માં પેસેફ્રીકમાં ૬ યુનિટની નોટીસ આપેલ. ભકિતનગર સ્‍ટેશન પાસે આવેલ ૧ યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૮ માં ૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલ ર-યુનિટ સીલ.

વોર્ડ નં. ૧ર માં ગોંડલ રોડ પર આવેલ ૪ યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૧૪ માં પાંજરાપોળમાં ૧ યુનિટને નોટીસ આપેલ.

મિલ્‍કત વેરા, વળતર યોજના ના છેલ્લા ર દિવસ બાકી. અંતિમ તા. ૩૧-પ-ર૦ર૩  હોવાથી વધુમાં વધુ કરદાતાઓને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્‍યાસ તથા વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સ્‍પેકટરો દ્વારા આસી. કમિ. સમીર ધડુક તથા વી. એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(4:31 pm IST)