Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

ઇન્‍ડો-રશિયન કંપની મેસર્સ નયારા એનર્જી લી.વિરૂધ્‍ધ દાખલ થયેલ ૬ કરોડનો દાવો રદ

રાજકોટઃ નયારા એનર્જી લી.એ ઇન્‍ડો-રશીયન કંપની છે જેનો પ્‍લાન્‍ટ વાડીનાર ખાતે ખંભાળીયા-જામનગર હાઇવે ઉપર આવેલો છે. આ કંપનીમાં ઓઇલ રીફાઇનીંગનું કામ કરવામાં આવે છે અને આખા ભારત દેશમાં ૬૩૮૬ રીટેલ આઉટલેટ આવેલ છે.

આકાશ ઇન્‍ફ્રા પ્રોજેકટસ લી.કે જે ગાંધીનગરની કંપની છે તેમણે નયારા એનર્જી લી.સામે ખંભાળીયા સીવસલ કોર્ટ ખાતે રૂા.૫,૭૩,૮૬,૫૯૯ની ૧૮% વ્‍યાજ સાથે રીકવરી કરવા માટે સીવીલ શ્‍યુટ દાખલ કરેલ હતો અને આ દાવો નામદાર અદાલતે રદ કરીને મેસર્સ નયારા એનર્જી લી.ની તરફેણમાં ચુકાદો આપેલ છે.

આકાશ ઇન્‍ફ્રા પ્રોજેકટસને તેની દાવા અરજીમાં જણાવ્‍યા મુજબ તેણે નયારા એનર્જી લી. સાથે એમ.ઓ.યુ. સાઇન કરેલ હતો અને નયારા એનજી લી.એ બીટુમેન ૬૦/૭૦ ગ્રેડના ડીસ્‍કાઉન્‍ટ સાથે સપ્‍લાય કરવાના હતા. પરંતુ બન્ને કંપનીને ડીસ્‍પયુટ થતા નયારા એનર્જી લી.એ માલ સપ્‍લાય કરવાનો બંધ કર્યો અને તા.૧૭/૧૨/૨૦૧૦ના રોજ કોન્‍ટ્રાકટનો ભંગ કર્યો અને તેથી આકાશ ઇન્‍ફ્રા પ્રોજેકટસ લી.એ નયારા એનર્જી લી.સામે ખંભાળીયા સીવીલ કોર્ટ ખાતે રૂા.૫,૭૩,૮૬,૫૯૯ની ૧૮%ના વ્‍યાજ સાથે રીકવરી કરવા માટે સીવીલ શ્‍યુટ દાખલ કરેલ હતો.

શરૂઆતમાં આ દાવો એસ્‍સાર ઓઇલ લી.સામે દાખલ કરવામાં આવેલ હતો કે જ ેકંપની હવે નયારા એનર્જી લી.તરીકે ઓળખાય છે.

રાજકોટના સીનીયર એડવોકેટ શ્રી નરેશ સીનરોજા પ્રતિવાદી નયારા એનર્જી લી.વતી હાજર થઇ હાલના દાવામાં બચાવ લીધેલ હતો કે એમ.ઓ.યુ. પ્રતિવાદી દ્વારા સ્‍વીકારવામાં આવેલ ન હતો. પ્રતિવાદીએ એ પણ બચાવ લીધેલ હતો કે ઓર્ડર-૭, રૂલ-૧૪ સીવીલ પ્રોસીજર કોડની  જોગવાઇઓનો પણ વાદી દ્વારા ભંગ કરવામાં આવેલ છે અને તેથી ઓર્ડર-૬, રૂલ-૧૫(૪) મુજબ  હાલનો દાવો ટકવાને પાત્ર પણ નથી. પ્રતિવાદી દ્વારા વધુમાં એવી દલીલ કરવામાં આવેલ હતી કે કોન્‍ટ્રાકટમાં નકકી થયા મુજબની કવોન્‍ટીટીમાં માલ વાદી કંપની દ્વારા માત્ર મે-૨૦૧૦માં જ ઉપાડવામાં આવેલ હતો ત્‍યારબાદ વાદી નકકી કર્યા મુજબની કવોન્‍ટીટીમાં માલ ઉપાડવામાં નિષ્‍ફળ નીવડેલ છે. વાદી કંપની વતી યોગીન પટેલની સાક્ષી તરીકે પ્રતિવાદીના સીનીયર એડવોકેટ નરેશ સીનરોજા દ્વારા લંબાણપુર્વકની દલીલો કરવામાં આવેલ હતી અને તેના અંતે નામદાર પ્રિન્‍સીપાલ સીનીયર સીવીલ જજ શ્રીમતી માયાદેવી આર.શુકલ દ્વારા હાલનો દાવો રદ કરવામાં આવેલ હતો. પ્રતિવાદી નયારા એનર્જી લી.વતી રાજકોટના સીનીયર એડવોકેટ શ્રી નરેશ એમ.સીનરોજા અને તેમના આસીસ્‍ટન્‍ટ ચિરાગ જી.છગ એડવોકેટ રોકાયેલ હતા.(૪૦.૭)

એડવોકેટ નરેશભાઇ સિનરોજા(મો. ૯૮૨૫૦ ૭૬૫૭૫)

(2:08 pm IST)