Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

૨૦૧૮માં થાનગઢના વરમાધાર બોર્ડ પાસે થયેલ રૂ.૧૪,૮૦,૦૦૦ની લુંટનો અનડીટેકટ ગુન્હો શોધી સંડોવાયેલ ત્રણ આરોપીઓ ઝડપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર

રાજકોટઃ તાજેતરમાં થાનગઢ ટાઉનમાં થયેલ આંગડીયા પેઢીની લાખોની રોકડની લુંટના ગુન્હાનો નાસતો ફરતો આરોપી તથા સને-૨૦૧૮ માં થયેલ રૂ.૧૪,૮૦,૦૦૦/- ની લૂંટ કરનાર આરોપીઓ-૩ સોનગઢ ગામની સીમમાંથી ઝડપાયા શ્રી સંદીપ સિંધ નાયબ પોલીસ મહાનીરીક્ષક શ્રી રાજકોટ વિભાગ રાજકોટ નાઓની સુચના મુજબ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાએ જીલ્લામાં બનતા લુંટ, ધાડ વાહન ચોરી, ધરફોડ ચોરી, સહિતના મિલ્કત વિરૂધ્ધના બનાવો અટકાવવા માટે તથા બનેલ ગુન્હાઓ ડીટેકટ કરવા સારૂ ખાસ એકશન પ્લાન તૈયાર કરી આરોપી મુદામાલ શોધી કાઢવા અંગે શ્રી ડી.એમ ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગર નાઓને વિગતવારની સુચના માર્ગદર્શન કરેલ. તાજેતરમાં થાનગઢ પો.સ્ટે. ગુ.ર.ના ૧૧૨૧૧૦૫૦૨૧૦૧૧૭ ઇ.પી.કો કલમ ૩૯૪, ૧૧૪ મુજબના ગુનાના કામે સંડોવાયેલ અજાણ્યા ત્રણ આરોપીઓ પૈકી આરોપીઓ (૧) મહેશભાઇ હનાભાઇ સારદીયા જાતે ત.કોળી ઉવ.૨૯ ધંધો ખેતી રહે.તરણેતર, વિ-૩ ને લુંટના રોકડા રૂા.૭૬,૨૩,૩૭૦/- તથા અન્ય મળી કુલ રૂ.૭૭,૦૯,૫૨૦/- નો મુદામાલ સાથે તા.૨૨/૦૪/૨૦૨૧ ના રોજ પકડી ગુન્હા કામે અટક કરી સદર લુંટનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરવામાં આવેલ. જે આરોપીઓની પુછપરછ કરતા સદર ગુન્હામાં આરોપીઓને ફરીયાદીની હરકત બાબતેની ટીપ આપનાર આરોપી શીવાભાઇ ગાંડાભાઇ મકવાણા તકોળી રહે.સોનગઢ તા.થાનગઢ વાળો હોવાની કબુલાત આપતા મજકુર આરોપીની તપાસ કરતા મળી આવેલ ન હોય, મજકુર આરોપી નાસતો ફરતો હોય તેમજ થાનગઢ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૦૦૮૧/૨૦૧૮ ઇ.પી.કો કલમ-૩૪૧, ૩૯૨, ૫૦૪, ૧૧૪, તથા આર્મ્સ એકટ કલમ-૨૫(૧) (૧-બી), એ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબના કામે ગઇ તા.૨૪/૧૨/૨૦૧૮ ના રોજ ફરીયાદી શ્રી ખીમાભાઇ લખમશીભાઇ મોરી જાતે.રબારી ઉવ.૫૫ રહે.રાણીપાટ તા.મુળી વાળા થાનગઢ એસ.બી.આઇ. બેન્ક થી દુધ સહકારી મંડળીના હિસાબના રૂ.૧૪,૮૦,૦૦૦/- ઉપાડી પેસેન્જર રીક્ષામાં બેસી થાનથી રાણીપાટ જવા નીકળેલ. તે દરમ્યાન બપોરના દોઢેક વાગ્યાના અરસામાં વરમાધાર ચોકડી પાસે વળાંકમાં પહોચતા સફેદ કલરની નંબર વગરની વેગનઆર ગાડીએ રીક્ષા ઓવરટેક કરી રોડ વચ્ચે ઉભી રાખી રીક્ષાને આંતરી કારમાંથી મોઢે બુકાની બાંધેલ બે ઇસમો નીચે ઉતરી ફરીયાદીને તમચો બતાવી આંખમાં મરચાની ભુકી નાખી ફરીયાદી પાસે રહેલ રોકડા રૂ.૧૪,૮૦,૦૦૦/- ભરેલ પ્લાસ્ટીકની થેલી ઝુટવી લુંટ કરી નાશી ગયેલ હોય જે ગુન્હો વણશોધાયેલ હોય. શ્રી સંદીપ સિંધ સાહેબ નાયબ પોલીસ મહાનીરીક્ષક શ્રી રાજકોટ વિભાગ રાજકોટ નાઓના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઢોલ નાઓની સૂચના મુજબ એલ.સી.બી પો.સબ.ઇન્સ.શ્રી વી આર જાડેજા સાથે એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમ તથા થાનગઢ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.ડી.ચૌધરી નાઓની સુચના મુજબ પો.સબ.ઇન્સ. શ્રી જી.જી.પરમાર સાથે થાનગઢ પોલીસ સ્ટાફની ટીમ એમ અલગ અલગ ટીમો હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી ઉપરોકત ગુન્હાના નાસતા ફરતા આરોપીને પકડી પાડવા તેમજ અનડીટેકટ લુંટનો ગુન્હો શોધી કાઢવા અંગે સતત પ્રયત્નશીલ હતા અને ઉપરોકત ટીમો દ્વારા થાનગઢ પો.સ્ટે. વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન એલ.સી.બી. ટીમને ચોકકસ બાતમી હકીકત મળેલ કે થાનગઢ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૧૦૫૦૨૧૦૧૧૭ ઇ.પી.કો કલમ ૩૯૪, ૧૧૪ મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી શીવાભાઇ ગાંડાભાઇ મકવાણા ત.કોળી રહે.સોનગઢ તા થાનગઢ વાળો પોતાના સાગરીતો સાથે સોનગઢની ગેબીસીમમાં આવેલ તેના રહેણાંક મકાને હાજર છે અને મજકુર આરોપીઓએ પોતાના અન્ય સાગરીતો સાથે મળી થાનગઢ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૦૦૮૧/૨૦૧૮ ઇ.પી.કો કલમ-૩૪૧, ૩૯૨, વિ.મુજબના ગુન્હાને પણ અંજામ આપેલ છે. જેથી એલ.સી.બી. ટીમ દ્વારા પુરતી તૈયારી સાથે તાત્કાલીક બાતમી હકીકતવાળી જગ્યાએ છાપો મારતા આરોપીઓ (૧) શીવા ગાંડાભાઇ મકવાણા જાતે ત કોળી ઉવ.૩૧ ધંધો. મજુરી રહે.સોનગઢ ગામની ગેબીવાળી ધારવાળી સીમમાં વાડીના મકાને તા  થાનગઢ (૨) મહેશ નાથાભાઇ ઝાલા જાતે.ત કોળી ઉવ.૩૨ ધંધો, ખેતી રહે. વિજળીયા તા.થાનગઢ (૩) વાધા મનસુખભાઇ કીહલા જાતે.ત.કોળી ઉવ.૨૨ ધંધો મજરી રહે.અમરાપર તા.થાનગઢ વાળાઓ મળી આવતા ત્રણેયને કોર્ડન કરી પકડી ગુન્હાલગત પુછપરછ કરતા પ્રથમ તો પોતે કોઇ ગુન્હો કરેલ નથી એમ જણાવી બચવા પ્રયત્ન કરેલ પરંતુ મજકુર આરોપીઓની ઉંડાણપર્વકની કડકાઇથી પુછપરછ કરતા મજકુર ત્રણેય ઇસમો ભાંગી પડેલ અને સને-૨૦૧૮ ના બારમાં મહીનામાં અમો શીવાભાઇ ગાંડાભાઇ મકવાણા રહે.સોનગઢ તથા મહેશ નાથાભાઇ ઝાલા ત.કોળી રહે.વીજળીયા તથા મુન્નાભાઇ સવજીભાઇ ખમાણી રહે,તરણેતર તથા વાધાભાઇ મનસુખભાઇ કીહલા રહે.અમરાપર તા.થાનગઢ તથા વિપુલ મથુરભાઇ મકવાણા તથા વિક્રમ ગફુરભાઇ મકવાણા રહે.બંને મોટા સખપર તા.બોટાદ તથા શેલેષ રધુભાઇ ગાંગડીયા કોળી રહે.રામગઢ નોલી તા.સાયલા વાળા સાથે મળી રેકી કરી રાણીપાટ ગામના ખીમાભાઇ રબારી થાનગઢ બેન્કમાંથી દુધ મંડળીના હિસાબના રોકડા રૂપીયા ભરેલ થેલી લઇને રીક્ષામાં બેસી બેન્કથી નીકળતા વરમાધારના બોર્ડ પાસે નંબર પ્લેટ વગરની સફેદ કલરની વેગનઆર ગાડીથી આંતરી ફરીયાદીને તમંચો બતાવી તથા આંખમાં મરચાની ભૂકી છાટી રોકડા રૂ.૧૪,૮૦,૦૦૦/- ભરેલ પ્લાસ્ટીકની થેલીની લુંટ કરી ભાગી ગયેલ જે લુંટમાં મળેલ પૈસાના ભાગ પાડી લીધેલ હતા. એમ કબુલાત આપતા મજકુર આરોપીઓની અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નં-૪ કિ.રૂ.૨૧,૦૦૦/- ના કબ્જે કરી મજકુર આરોપીઓને સી.આર.પી.સી. કલમ-૪૧(૧)આઇ મુજબ અકટ કરી વધુ તપાસ અર્થે થાનગઢ પો.સ્ટે. સોપી આપેલ છે.

આ કામગીરી કરનાર ટીમ ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. સુ.નગર તથા પો.સબ.ઇન્સ શ્રી વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ, વાજસુરભા લાભુભા તથા જુવાનસિંહ મનુભા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા ડાયાભાઇ મગનભાઇ તથા ભુપેન્દ્રભાઇ જીણાભાઇ તથા પો.હેડ.કોન્સ. અમરકુમાર કનુભા તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભા તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહ તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા અશ્વીનભાઇ ઠારણભાઇ તથા ગોવીંદભાઇ આલાભાઇ તથા કલ્પેશભાઇ જેરામભાઇ તથા થાનગઢ પો.સ્ટે. ના પો.ઇન્સ.શ્રી એમ.ડી.ચૌધરી તથા પો.સબ.ઇન્સ.શ્રી જી.જી.પરમાર તથા પો.હેડ.કોન્સ.ગોવીંદભાઇ મકવાણા તથા પો.કોન્સ. કરશનભાઇ ભીમશીભાઇ તથા આલાભાઇ વીરાભાઇ એ રીતેની ટીમ દ્વારા લુંટના ગુન્હાના નાસતા ફરતા આરોપીને પકડી તેમજ અઢી વર્ષથી અનડીટેકટ રહેલ લુંટનો ગુન્હો ડીટેકટ કરી ત્રણ આરોપીઓ અટક કરવામાં આવેલ છે.

(8:46 pm IST)