Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

આઇસ્ક્રીમનાં ૭ નમૂના લેતો આરોગ્ય વિભાગ : કેરીનાં ૪ વેપારીઓને નોટીસ

ગરમીને ધ્યાને લઇ આઇસ્ક્રીમ-કેરીનાં વેપારીઓને ત્યાં ચેકીંગ ઝુંબેશ

રાજકોટ, તા. ર૯ : ગરમીની સિઝનને અનુલક્ષિને આઇસ્ક્રિમનુ વેચાણ વધુ થતુ હોય, રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા નીચે મુજબના  જુદી જુદી બ્રાંડ્ના તેમજ લુઝ આઇસ્ક્રિમનાં નમુના પૃથ્થ્કરણ માટે લેવામા આવેલ છે. તથા પ્રતિબંધિત કેલ્શિયમ કાર્બાઇડના ઉપયોગથી અમાન્ય રીતે કેરી પકવવા અંગે કુલ ૧૪ આસમીઓને ત્યા ચેકીંગ કરવામાં આવ્યું હતું જે પૈકી ૪ આસામી ને નોટીસ આપેલ હતી.

જયાંથી આઇસ્ક્રીમનાં નમૂના લેવાયા હતા (૧) ખૂશ્બૂ આઇસ્ક્રીમ રાજભોગ (૧૦૦ એમએલ), સ્થળ- ભાવિન એજન્સી, ગઢીયા નગર, સંત કબીર રોડ. (૨) અફઘાની મેવા આઈસ્ક્રીમ, સ્થળ- કુલ કિંગ આઈસ્ક્રીમ, ભકિતનગર સ્ટેશન પ્લોટ શેરી નંબર ૪ /૧૨. (૩) કુકીઝ એન્ડ ક્રીમ આઈસ્ક્રીમ સ્થળ- ફેવરિટ આઈસ્ક્રીમ, ભકિતનગર સ્ટેશન પ્લોટ -૧ (૪) ફિનીકશ આઇસક્રીમ સ્પેશયલ થાબડી (૧૦૦એમએલ) સ્થળ- ફિનીકશ એજન્સી, મોરબી રોડ જકાત નાકા (૫) બદામ પિસ્તા આઈસ્ક્રીમ સ્થળ- શ્રી સત્ય વિજય પટેલ આઈસ્ક્રીમ, ભકિતનગર સ્ટેશન પ્લોટ, ગોંડલ રોડ. (૬) અંજીર કાજુ આઈસ ક્રીમ, સ્થળ- સોના રૂપા પાર્લર ભકિતનગર સોસાયટી સર્કલ, એસી ફુટ રોડ (૭) વાડીલાલ કેસર પિસ્તા આઇસ્ક્રીમ, સ્થળ-આત્મીય એન્ટરપ્રાઇઝ , ૪ /૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ.

જયારે કેરીને કાર્બાઇટથી પકાવવા અંગેનાં ચેકીંગ દરમિયાન  બાલાજી ફ્રુટ, સત્ય સાંઇ રોડ અને કૈલાશ વેજીટેબલ એન્ડ ફ્રુટ, સત્ય સાંઇ રોડ ને પરવાના બાબતે નોટીસ આપેલ તથા જમનભાઇ વલ્લભભાઇ ગધેસરીયા, સત્ય સાંઇ રોડ અને બીપીનભાઇ  સોરઠીયા, મવડી બાયપાસ રોડ ને ઓર્ગેનીક કેરી તરીકે વેચાણ કરવામાં આવતુ હોવાનું ખુલતા આ વેપારીઓને ઓર્ગેનીક સર્ટીફીકેશન રજુ કરવા માટે નોટીસ ઇસ્યુ કરવામાં આવેલ હતી.

(4:37 pm IST)