Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

રૈયા ગામ મકાનમાંથી દારૂની ૧૨ બોટલ સાથે બીપીન સોલંકી અને સપ્લાયર વિપુલ પકડાયા

રાજકોટ, તા.૨૯: શહેરના રૈયા ગામમાં યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મકાનમાંથી દારૂની ૧૨ બોટલ સાથે સપ્લાયર સહિત બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રૈયા ગામમાં એક મકાનમાં દારૂનો જથ્થો પડયો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ.હરપાલસિંહ જાડેજા અને કોન્સ જેન્તીગીરી ગોસ્વામીને બાતમી મળતા પીઆઇ.એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એ.બી.જાડેજા, હેડ કોન્સ રાજેશભાઇ મીયાત્રા, હરપાલસિંહ, યુવરાસિંહ, જેન્તીગીરી, બલભદ્રસિંહ અને  રાવતભાઇ સહિતે રૈયાગામ ખોડીયાર મંદિરની સામે રહેતા બીપીન રમેશભાઇ સોલંકીના મકાનમાં દરોડો પાડી રૂ.૩૬૦૦ની કિંમતની દારૂની ૧૨ બોટલ સાથે મકાન માલીક બીપીન સોલંકી (ઉ.વ.૩૨)ને પકડી લઇ પૂછપરછ દરમ્યાન સપ્લાયર વિપુલ દોલત રવિભાઇ અસ્વાર (ઉ.વ.૩૯)(રહે.રૈયા રોડ ન્યુ અંબિકા પાર્ક શેરી નં.૩)ને પણ ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

(4:34 pm IST)