Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ઢેબર કોલોની પાસેથી હદપારી મનસુખ દારૂના ચપલા અને બીયર સાથે પકડાયો

ભકિતનગર પોલીસનો દરોડોઃ ૨૮ ચપલા અને ૬ બીયરના ટીન કબ્જે

રાજકોટ, તા. ૨૯ :. ઢેબર કોલોની મફતીયાપરામાં ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂના ૨૮ ચપલા અને ૬ બીયરના ટીન સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ઢેબર કોલોની મફતીયાપરામાં હદપારી મનસુખ સવાભાઈ ચૌહાણ વિદેશી દારૂ સાથે ઉભો હોવાની ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ રણજીતસિંહ પઢારીયા, કોન્સ. દિવ્યરાજસિંહ ઝાલાને બાતમી મળતા પીઆઈ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ ભાનુભાઈ મીયાત્રા, ફીરોઝભાઈ, હેડ કોન્સ. રણજીતસિંહ, મનરૂપગીરી, સલીમભાઈ, કોન્સ. દિવ્યરાજસિંહ, ભાવેશભાઈ, મનીષભાઈ, રાજેશભાઈ, હિતેન્દ્રસિંહ સહિતે દરોડો પાડી ઢેબર કોલોની મફતીયાપરામાંથી મનસુખ સવાભાઈ ચૌહાણ (ઉ.વ.૪૦) (રહે. ઢેબર કોલોની મફતીયાપરા)ને પકડી લીધો હતો.

(4:34 pm IST)