Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

જૂના ઝઘડાનો ખાર રાખી રશ્મિબેન ભોજાણી પર પાંચ શખ્સોએ હુમલો કરી હાથ ભાંગી નાખ્યો

રૈયાધાર બંસીધર પાર્કમાં બનાવઃ પાડોશી નાગજી, પત્નિ લક્ષ્મી, પુત્રી બાલુ, બે પુત્ર ગોપાલ અને ભગા સામે ગુનો

રાજકોટ, તા. ૨૯ :. રૈયાધાર બંસીધર પાર્કમાં રહેતી યુવતીને જૂના ઝઘડાનો ખાર રાખી પાડોશી દંપતી, તેની પુત્રી અને બે પુત્રએ લાકડી વડે માર મારતા ફરીયાદ થઈ છે.

મળતી વિગત મુજબ રૈયાધાર બંસીધર પાર્ક-૧ શેરી નં. ૨માં પ્લોટ નં. ૨૦૦માં રહેતા રશ્મિબેન વિજયભાઈ ભોજાણી (ઉ.વ. ૩૦) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે પોતે તથા તેના બહેન મિતાબેન બન્ને ટયુશન કલાસીસ ચલાવે છે. બે ભાઈ શિક્ષક તરીકે નોકરી કરે છે. તા. ૨૬ના રોજ પોતે તથા ભાઈ પિયુષભાઈ અને બહેન મિતાબેન ત્રણેય ઘરે હતા ત્યારે પોતે ઘરની બહાર નળ આવેલ હોય જેથી ફળીયુ ધોતા હતા ત્યારે ઘર પાસે રહેતા નાગજી, તેની પત્ની લક્ષ્મી બન્ને આવીને પોતાને ગાળો દેવા લાગેલ અને 'ઘરમાં ચાલીજા' તેમ જણાવેલ અને ઘરમાં નહિ જાતો તને જાનથી મારી નાખીશ' તેમ કહેતા પોતે ઘરમા ન જતા નાગજીના દીકરા તથા તેની દીકરી બાલુ આવેલ તેણે પણ પોતાને ધમકી આપેલ કે 'ઘરમાં ચાલી જા નહિ તો ત્રણેય ભાઈ-બહેન એકલા છો મારી નાખીશ' તેમ અંદર ન જતા નાગજીના ઘરમાંથી અન્ય બે અજાણ્યા શખ્સો આવી ગયા હતા અને નાગજીએ લાકડી વડે અને તેની પત્ની અને બન્ને સંતાનોેએ ઢીકાપાટુનો માર મારતા પોતે દેકારો બોલાવતા ભાઈ વિપુલભાઈ પોલીસને બોલાવવા માટે ફોન કરવા જતા નાગજીએ ફોન ઝુટવી ફેંકી દીધો હતો. બાદ વધુ લોકો ભેગા થઈ જતા પોતે બચવા માટે ત્રણેય ઘરમાં ઘુસી ગયા હતા બાદ તેઓ ઘર પર પથ્થરના ઘા કરવા લાગેલ. બાદ ભાઈ વિપુલભાઈએ ૧૦૦ નંબરમાં ફોન કરતા પોલીસની ગાડી આવી જતા પોતાને ફરીયાદ માટે પોલીસ સ્ટેશને લઈ ગયા બાદ પોતાને જમણા હાથમાં દુઃખાવોે થતો હોય જેથી પોતાને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા, ત્યાં જમણા હાથમાં તેને ફ્રેકચર જેવી ઈજા હોવાનું જણાતા પોતે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઈ બી.જી. ડાંગરે તપાસ હાથ ધરી છે.

(4:33 pm IST)