Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

સામાકાંઠે -એરપોર્ટ રોડ પર વધુ ચાર દુકાનને ૪ દિ' માટે તાળા

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમના ભંગ બદલ મ્યુ. કોર્પોરેશન દ્વારા કાર્યવાહી

રાજકોટ,તા. ૨૮: મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ચેકીંગ દરમ્યાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ આજે ચાર વ્યવસાયિક એકમો ચાર દિવસ માટે સીલ આપી હતી.

આ અંગે મ.ન.પા.ની સત્તાવાર પાદીમાં જણાવ્યા પ્રમાણે મહાનગરપાલિકા દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્યિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે તા. ૨૯/૦૫/૨૦૨૧ ના રોજ ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચાર વ્યવસાયિક એકમો ચાર દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે.

આજે જે દુકાનો સીલ કરવામાં આવી છે જેમાં (૧) ખોડીયાર ટી. સ્ટોલ, એરપોર્ટ રોડ, (૨) દેવ મોબાઈલ એસસરીઝ, પેડક રોડ,  (૩) શિવાલય પાન, પેડક રોડ અને (૪) ગોકુલ ફૂડ, પેડક રોડ નો સમાવેશ થાય છે.

(4:32 pm IST)