Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ટ્રાવેલ્સ બસમાં ૫૦ ટકાથી વધુ મુસાફર ભરતા પોલીસની કાર્યવાહીઃ ૪ ગુના નોંધાયા

માલવીયાનગર પોલીસે ગોંડલ ચોકડી પાસે કાર્યવાહી કરાઈ

રાજકોટ, તા. ૨૯ :. કોરોનાને કારણે અમલમાં રહેલા શહેર પોલીસ કમિશનરશ્રીના જાહેરનામા મુજબ ટ્રાવેલ્સ બસોમાં ૫૦ ટકાની કેપેસીટી સાથે જ મુસાફરોને બેસાડવાની છૂટ છે આમ છતા અમુક ટ્રાવેલ્સ બસમાં કાયદાનો ભંગ થતો હોય માલવીયાનગર પોલીસે ગોંડલ ચોકડી પાસેથી ટ્રાવેલ્સ બસોને રોકી ચેક કરતા કેપેસીટીના ૫૦ ટકાથી વધારે પેસેન્જરો બેસાડી સોશ્યલ ડીસ્ટન્સ નહી જાળવી ચાર બસના ચાલક કપીલ કચરાભાઈ સુવા (ઉ.વ. ૩૨) (રહે. નાગનાથ ચોક પાસે તા. ઉપલેટા), કંપનીની સ્ટાફ બસના ચાલક નરેન્દ્ર વિઠ્ઠલભાઈ વેકરીયા (ઉ.વ. ૪૩) (રહે. પીરવાડી પાસે ગણેશ સોસાયટી), દેવરાજ કાનજીભાઈ હાડા (ઉ.વ. ૩૬) (રહે. સરદારનગર શેરી નં. ૨ મવડી પ્લોટ) અને ટ્રાવેલ્સ બસના ચાલક અલ્ફાઝ અયુબભાઈ બ્લોચ (ઉ.વ. ૨૫) (રહે. જૂના કુંભારવાડા, અજંતા ટોકીઝ પાસે, અલ્કાપરી એપાર્ટમેન્ટ)ને પકડી કાર્યવાહી કરી હતી.

(4:31 pm IST)