Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

કોરોનાની સારવારમાં સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર એન્ટીબોડી કોકટેલનો ઉપયોગ કરતી ગોકુલ હોસ્પિટલની ક્રિટીકલ કેર ટીમ

ગોકુલ હોસ્પીટલમાં એક દર્દી પર એન્ટીબોડી કોકટેલનો સફળતાપૂર્વક પ્રયોગ

રાજકોટ તા. ર૯ :.. સૌરાષ્ટ્રમાં કોરોનાની સારવારમાં સૌપ્રથમવાર એન્ટીબોડી કોકટેલનો ઉપયોગ ગોકુલ હોસ્પીટલમાં થયો છે. એક દર્દી પર થયેલા એન્ટીબોડી કોકટેલ સફળતાપૂર્વક ઉપયોગ થયો હોવાનું ગોકુલ હોસ્પીટલે એક યાદીમાં જણાવ્યું છે.

ગોકુલ  હોસ્પીટલની ક્રિટીકલ કેર ટીમના સીનીયર કન્સલન્ટ ડો. તેજસ મોતીવરસ, ડો. દિગ્વીજયસિંહ જાડેજા અને ડો. તેજસ કરમટા દ્વારા આપવાામં આવેલ માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધારે કોરોના દર્દીઓની ક્રિટીકલ કેર ટીમ દ્વારા સફળતાપૂર્વક સારવાર કરવામાં આવેલ છે. ગોકુળ હોસ્પીટલની મંગળા મેઇન રોડ ખાતેની હોસ્પીટલમાં કોવીડના તમામ પ્રકારના દર્દીઓની સારવાર ઉપલબ્ધ  છે. આ હોસ્પીટલ ખાતે અત્યાધુનિક આઇસીયુમાં વેન્ટલેટર તથા ઇસીએમઓ દ્વારા એડવાન્સ સારવાર કરવામાં આવે છે. ગોકુલ હોસ્પીટલની વિદ્યાનગર મેઇન રોડ તથા કુવાડવા   રોડ ખાતેની હોસ્પીટલ ખાતે નોન કોવિડ  દર્દીઓ  માટે તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે.

ગોકુલ હોસ્પીટલની યાદીમાં જણાવ્યું છે કે એન્ટીબોડી કોકટેલ અમેરીકાની બાયો ટેકનોલોજી કંપની જેનરોન ફાર્માસ્યુટીકલ કંપનીએ બનાવેલ એન્ટીબોડી મિશ્રણ છે. ભારતમાં સિપ્લા ફાર્માસ્યુટીકલ કંપની દ્વારા આ કોકટેલ રોશ ફાર્માસ્યુટીકલ કંપની  અમેરીકા સાથે ભાગીદારી કરીને વિતરણ કરી રહી છે. ખુબજ નજીકમાં ભવિષ્યના કોરોનાના દર્દીઓની સારવારમાં જયા સુધી મારસ વેકસીનેશન લઇ ન જાય તે સમયગાળા દરમીયાન આ એન્ટીબોડી કોકટેલ ગેમ ચેન્જર બની રહેશે. એવુ મેડીકલ એકસપાર્ટનું માનવું છે. કોરોના વાયરસની સામે સૈનિકની જેમ કામ કરી છે. તાજેતરમાં ગોકુલ હોસ્પિટલમાં એક દર્દી પર આ એન્ટીબોર્ડ કોકટેલનો ખૂબ સફળતા પૂર્વક ઉપયોગ કરવામાં આવેલ છે તેમ ગોકુલ હોસ્પિટલની યાદીમાં જણાવ્યું છે.

ગોકુલે  હોસ્પિટલે યાદીમાં જણાવ્યું હતું કે આ દવાનો ઉપયોગ પાસ કરીને હાઇરીસ્ક પેશન્ટ જેમ કે મોટી ઉમરના દર્દીઓ ડાયાબીટીસ, હૃદયની બીમારી કિડનીની બીમારી, કેન્સર તથા અન્ય મલ્ટીપલ મેડીકલ ડીસીઝવાળા દર્દીઓને કોવીડનું નિદાન થયા બાદ ટુકા સમયમાં આપવાથી ફાયદો થવાની શકયતાઓ વધી જાય છે આ પ્રકારના દર્દીઓમાં ગંભીર કોમ્પિલેશનનો ઘટાડી શકાય છે આ એન્ટીબોડી કોકટેલ મિશ્રણનો ઉપયોગ બીમારીની શરૂઆતના માઇલ્ડ ટુ મોડરેટ તબકકામાં હોય ત્યારે કરવામાં આવે તો હોસ્પીટલમાં દાખલ થવાની તથા દર્દીની પરિસ્થિતી ગંભીર થવાની શકયતાઓ ખૂબ ઘટી જાય છે. આ એન્ટીબોડી કોકટેલ મિશ્રણનો ઉપયોગ હોસ્પીટલમાં ઓબ્ઝર્વેશન રાખીને જ આપવામાં આવે છે. તેનો માત્ર એક જ ડોઝ જરૂરી છે. એક વાયલની કિંમત રૂ. એક લાખ  હોય છે.

ગોકુલ હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની સૌથી મોટી ક્રિટીકલ કેરની ટીમ જેમાં  ડો. તેજસ મોતીવરસ,  ડો. દિગ્વીજયસિંહ જાડેજા, ડો. તેજસ કરમટા, ડો. પ્રિયંકાબા જાડેજા, ડો. હાર્દિક વેકરીયા, ડો. સંજય સદાદીયા, ડો. વિષ્ણુ, ડો. તુષાર બુધવાણી, ડો.  હિરેન વાઢીયા અને ડો. જીગર ડોડીયાનો સમાવેશ થાય છે. જેમાં ર૪ કલાક કોવીડ નોન કોવીડ દર્દીઓ માટે સતત કાર્યરત છે.

(4:24 pm IST)