Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

મ. ન. પા. દ્વારા મહાનુભાવોની પ્રતિમાઓની કાયમી ધોરણે સફાઇઃ દર શનિવારે થશે કામગીરી

ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ અને સેનીટેશન ચેરમેન અશ્વિન પાંભરનું ડે.કમિશ્નરને સુચનઃ ખાસ પરિપત્ર જારી થશે

રાજકોટ તા. ર૯ :.. શહેરમાં આવેલી વિવિધ મહાનુભાવોની પ્રતિમાઓની સફાઇ હવે કાયમી ધોરણે કરવાનો નિર્ણય મ.ન.પા. દ્વારા લેવામાં આવશે તેમ ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ તથા સેનીટેશન ચેરમેન અશ્વિન પાંભરે જાહેર કર્યુ હતું.

ડે. મેયરશ્રી ત્થા સેનીટેશન ચેરમેનશ્રીનાં  સેનીટેશન ચેરમેનશ્રીનાં જણાવ્યા મુજબ શહેરની શોભામાં અભિવૃધ્ધી કરતી શહેરને ગૌરવ અપાવતી વિવિધ મહાનુભાવોની પ્રતિમાઓની કાયમી ધોરણે સફાઇ કરાવવા માટે ડે.કમિશનર શ્રી સિંઘને સુચન કરાયુ છે.

આ સુચન અન્વયે હવેથી દર અઠવાડીયાનાં શનીવારે બપોરના સમયે મહાનુભાવોની પ્રતિમાઓની સફાઇ કરાવવાની કામગીરી થશે. આ માટેનો પરિપત્ર પણ ટૂંક સમયમાં અમલી બનાવાશે તેમ ઉકત બન્ને હોદેદારોએ આ તકે જાહેર કર્યુ હતું.

શહેરમાં આવેલી આ ૨૫ પ્રતિમાઓની હવે દર શનિવારે સફાઈ થશે

ક્રમ         પ્રતિમા                        સ્થળ

(૧)         શ્રી સ્વામી વિવેકાનંદજી        કોટેચા ચોક

(૨)         શ્રી સુભાષચંદ્ર બોઝ           પારેવડી ચોક

(૩)         શ્રી શિવાજી મહારાજ           સ્ટેપ ગાર્ડન, રેસકોર્ષ

(૪)         શ્રી રવિશંકર મહારાજ         શેઠ હાઈસ્કૂલ સામે

(૫)         શ્રી મહાત્મા જ્યોતિરાવ ફૂલે    જ્યુબેલી

(૬)         શ્રી ડો. ભીમરાવ આંબેડકર    સીવીલ હોસ્પીટલ ચોક

(૭)         આહિર સમાજ વીર સપુત

            શ્રી દેવાયત બોદર            મવડીચોક

(૮)         શ્રી મહારાણા પ્રતાપ           સોરઠીયાવાડી ચોક

(૯)         શ્રી નરસિંહ મહેતા             રામકૃષ્ણનગર રોડ ગાર્ડન

(૧૦)       શ્રી વીર સાવરકર             ઈન્ડોર સ્ટેડીયમ સામે

(૧૧)       શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી       રેસકોર્ષ આર્ટ ગેલેરી

(૧૨)       ક્રાંતિવીર શ્રી મંગલ પાંડે      બ્રહ્મ કુંજ સોસા. પાસે

(૧૩)       શ્રી ચંદ્રશેખર આઝાદ          બીશપ હાઉસ સામે

(૧૪)       શ્રી રાજીવ ગાંધી              એરપોર્ટ રોડ

(૧૫)       શ્રી ઉચ્છરંગરાય ઢેબર        ત્રિકોણબાગ

(૧૬)       શ્રી પંડીત દિનદયાલ ઉપાધ્યાય    આજી ડેમ

(૧૭)       શ્રી શહીદ વીર ભગતસિંહજી   યુનિવર્સિટી રોડ

(૧૮)       શ્રી મહાત્મા ગાંધીજી           જ્યુબેલી બાગ

(૧૯)       શ્રી લાલબહાદુર શાસ્ત્રી        અમરનાથ મહાદેવ પાસે

(૨૦)       શ્રી મહર્ષિ વાલ્મિકી ઋષિ      શારદા બાગ

(૨૧)       શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા        માર્કેટીંગયાર્ડ સામે ગાર્ડન

(૨૨)       શ્રી વલ્લભભાઈ પટેલ         બહુમાળી ભવન ચોક

(૨૩)       શ્રી જવાહરલાલ નહેરૂ         કોર્પોરેશન કચેરી

(૨૪)       શ્રી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ  મહિલા કોલેજ ચોક

(૨૫)       શ્રી ઈન્દીરા ગાંધી             યુનિ. રોડ / ૧૫૦ ફુટ રોડ

(4:23 pm IST)