Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

યુવા ભાજપ દ્વારા કાલથી સેવા સપ્તાહઃ વોર્ડ વાઇઝ બ્લડ ડોનેશન કેમ્પ

રાજકોટ : નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે સફળ રીતે સાત વર્ષ પૂર્ણ કર્યાની સેવામય ઉજવણીરૂપે યુવા ભાજપ દ્વારા કાલથી સપ્તાહભર સેવા કાર્યક્રમો હાથ ધરાશે. વોર્ડ વાઇઝ બ્લડ ડોનેશન સહીતના આયોજનો કરાયા છે. આ અંગે કાર્યકરોને માહીતી અર્થે એક બેઠક ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવી હતી. જેમાં પ્રદેશ યુવા ભાજપ ઉપપ્રમુખ મનીશ સંઘાણી, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર પ્રદીપ ડવ, યુવા મોરચાના મહામંત્રી પૃથ્વીરાજસિંહ વાળા, પરેશ પીપળીયા સહીતના આગેવાનોએ ઉપસ્થિત રહી યુવાનોને માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. સ્વાગત પ્રવચન પૃથ્વીરાજસિંહ વાળાએ અને અંતમાં આભારવિધિ પરેશ પીપળીયાએ કરી હતી. જયારે કાલથી હાથ ધરાનાર કાર્યક્રમોની વિગતો મનીષ સંઘાણીએ રજુ કરેલ.

(4:22 pm IST)