Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

વડાપ્રધાન તરીકે ૭ વર્ષ પૂર્ણ કરનાર નરેન્દ્રભાઇએ ફલક વિશ્વ લેવલે વિસ્તાર્યુ : ભંડેરી-ભારદ્વાજ-મિરાણી

દેશની જનતાના માનસપટ પર અંકિત સપનાઓ સાકાર થઇ રહ્યા છે

રાજકોટ તા. ૨૯ : ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે સંયુકત યાદીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સફળતમ ૭ વર્ષ પૂર્ણ કર્યા તે બદલ અભિનંદન પાઠવેલ છે.

તેઓએ જણાવ્યુ છે કે નરેન્દ્રભાઇ દેશના જ નહિં વિશ્વના શકિતશાળી નેતા સાબીત થયા છે. સર્વાંગી વિકાસ એ આતંકવાદ નાબુદ કરવાની નેમ સાથે આગળ વધી રહેલ નરેન્દ્રભાઇ ચુંબકીય વ્યકિતત્વ ધરાવે છે.

કોવિડ-૧૯ કોરોનાની વૈશ્વિક મહામારીના સમયે પણ લોકડાઉન સહીત પ્રભાવી પગલાઓ લઇ દેશને વેકસીનેશન તરફ વાળ્યો છે. વધુને વધુ લોક વેકસીન લઇને સુરક્ષીત બને તેવા પગલાઓ લેવાય રહ્યા છે. તેમની જનધન, સ્વચ્છ ભારત, આયુષ્યમાન ભારત, ઉજજવલા યોજના, સૌભાગ્ય યોજના, સર્જીકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક, આત્મનિર્ભર ભાત, તીન તલાક બીલ સહીતના તેમણે હાથ ધરેલ તમામ પગલાઓ આવકારદાયક રહ્યાનું જણાવી ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે તેઓને અભિનંદન પાઠવ્યા છે.દરમિયાન આ અવસરને સેવામય બનાવવા કાલથી સેવા કર્યાક્રમો હાથ ધરવામાં આવનાર છે. જેમાં તમામ વોર્ડમાં ૧૮ હજારથી વધુ માસ્કનું વિતરણ, હલ્દી દુધનું વિતરણ કરાશે. તેમ ભાજપ આગેવાનોએ સંયુકત યાદીમાં જણાવેલ છે.

(3:19 pm IST)