Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

મહિલા કોલેજ અન્ડર બ્રીજમાં ઓઇલ ઢોળાતા વાહનો સ્લીપ થયાઃ ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવ્યો

રાજકોટઃ મહિલા કોલેજ અન્ડર બ્રિજમાં સવારે કોઇ વાહનમાંથી ઓઇલ ઢોળાતા રોડ લપસણો થઇ જતાં કેટલાક વાહનો સ્લીપ થયા હતાં. સદ્દનસિબે કોઇને ગંભીર ઇજાઓ પહોંચી નહોતી. જાગૃત નાગરિકે જાણ કરતાં ફાયર બ્રિગેડના જવાનો બંબા સાથે પહોંચ્યા હતાં અને પાણીનો મારો ચલાવી રોડ પરથી ઓઇલ દૂર કર્યુ હતું. આ કામગીરીને કારણે થોડીવાર ટ્રાફિક જામ થયો હતો. (ફોટોઃ અશોક બગથરીયા)

(1:09 pm IST)