Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ભીસ્તીવાડના ૧૧ શખ્સોની ટોળકી સામેના ગુજસીટોકના ગુનામાં ૧૦૦૦ પાનાનું ચાર્જશીટ

પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડાની ફરિયાદ પરથી દાખલ થયેલા ગુનામાં એસીપી પી. કે. દિયોરાએ તપાસ કરી હતી

રાજકોટ તા. ૨૯: સંગઠીત ગુનાખોરી આચરતી ભીસ્તીવાડની અઝાઝ ઉર્ફે ટકો ખીયાણીની ટોળકી વિરૂધ્ધ ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુન્હા નિયંત્રણ અધિનિયમ-૨૦૧૫ (ગુજસીટોક) હેઠળ નોંધાયેલા ગુનામાં પ્રધ્યુમનનગર પોલીસે ૧૦૦૦ પાનાનું ચાર્જશીટ તૈયાર કર્યુ છે.

ગયા વર્ષે પ્ર.નગર પોલીસ ઇન્સ. એલ. એલ. ચાવડાની ફરીયાદના આધારે ગુજરાત સરકારે બનાવેલ નવો કાયદો (ધી ગુજરાત કંટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ ( G.C.T.O.C ) એકટ-૨૦૧૫) મુજબ પ્ર. નગર પોલીસ સ્ટેશનમાં ૧૧૨૦૮૦૪૪૨૦૨૧૮૫/૨૦૨૦ નંબરથી ધી ગુજરાત કંટ્રોલ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ ( ગુજસીટોક) એકટ-૨૦૧૫ની કલમ-૩(૧)(૧),૩(૧)(ર),૩(ર) તથા કલમ ૩ (૪) મુજબ તા.૦૩/૧૨/૨૦૨૦ના રોજ ૧૧ શખ્સોની ટોળકી સામે ગુનો દાખલ થયો હતો.

આ ગુન્હાની તપાસ પશ્ચિમ વિભાગના એસીપી પી. કે. દિયોરાને સોપવામાં આવી હતી. તપાસના અંતે તમામ આરોપીઓ વીરૂધ્ધ પુરતા પુરાવા હોઇ કાયદાની જોગવાઇ મુજબ ગૃહ વિભાગની જરૂરી મંજુરી મેળવી ધી ગુજરાત કંન્ટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (G.C.T.O.C.) એકટ-૨૦૧૫ ૩(૧) (૧), ૩(૧) (૨), ૩(૨) તથા કલમ-૩ (૪), ૪ તથા આઇપીસી કલમ- ૪૪૭, ૩૮૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૨૦-બી મુજબનુ ૧૦૦૦ પાનાનું ચાર્જશીટ તૈયાર કરી  સ્પેશ્યલ કોર્ટ રાજકોટમાં મોકલી આપવામાં આવ્યું છે.

પોલીસે જે શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો તેમાં (૧) એઝાઝ ઉર્ફે ટકો અકબરભાઇ ઉર્ફે હકુભા ખીયાણી રહે ભીસ્તીવાડ રાજકોટ (૨) મીરજાદ અકબરભાઇ ઉર્ફે હકુભા ખીયાણી રહે.ભીસ્તીવાડ (૩) સરતાજ ઉર્ફે રાજન હમીદભાઇ ખીયાણી રહે.ભીસ્તીવાડ (૪) મજીદ ઉર્ફે પપ્પુ સુલેમાનભાઇ જુણાંચ રહે. હુડકો કવાર્ટર જામનગ રોડ રાજકોટ (૫) ઇમરાન જાનમાહમદ મેણુ રહે. ભીસ્તીવાડ સ્લમ કવાર્ટર રાજકોટ (૬) રીયાઝ ઇસ્માઇલભાઇ દલ રહે. જામનગર રોડ હુડકો કવાર્ટર (૭) રીઝવાન ઇસ્માઇલભાઇ દલ રહે. હુડકો કવાર્ટર (૮) યાસીન ઉર્ફે ભુરો ઓસમાણભાઇ કઇડા રહે.સ્લમ કવાર્ટર (૯) શાહરૂખ ઉર્ફે રાજા અલ્લારખાભાઇ ઉર્ફે બાબુ જુણેજા રહે.હુડકો કવાર્ટર (૧૦) માજીદ રફિકભાઇ ભાણુ રહે.ભીસ્તીવાડ અને (૧૧) મુસ્તુફા અકબરભાઇ ઉર્ફે હકુભા ખીયાણી રહે.ભીસ્તીવાડનો સમાવેશ થાય છે.

(3:21 pm IST)