Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

રાજકોટ યુવા ભાજપ પ્રમુખ પદે પૃથ્વીરાજસિંહ વાળા

યુવા ભાજપ મહામંત્રી તરીકે હિરેન રાવલ તથા કીશન ટીલવાની નિયુકત જાહેર કરતા શહેર પ્રમુખ કમલેશ મીરાણી : હોદ્દેદારો - મોરચાના પ્રમુખો સાથે બેઠક યોજતા પ્રભારી ઝવેરીભાઇ ઠકરાર

રાજકોટ તા. ૨૯ : પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલજીના નેતૃત્વમાં ગુજરાતભરમાં સંગઠન સંરચનાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે પ્રદેશ ભાજપની યોજના અનુસાર શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલજી અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોન ઈન્ચાર્જ  વિનોદભાઈ ચાવડાની સૂચના અને માર્ગદર્શન અનુસાર તેમજ પ્રદેશ યુવામોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ તથા રાજકોટ મહાનગરના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર સાથે સંકલન કરી રાજકોટ મહાનગર યુવા મોરચાના પ્રમુખ તરીકે પૃથ્વીરાજસિંહ વાળા અને મહામંત્રી તરીકે હિરેન રાવલ અને કીશન ટીલવાની નિયુકિત કરી છે.

આ તકે શહેર યુવા ભાજપના નવનિયુકત હોદેદારોને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા,  ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર,  મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા મોરચા પ્રભારી  અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા સહીતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી.

દરમિયાન શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ મહાનગરના નવનિયુકત પ્રભારી ઝવેરીભાઈ ઠકરારની ઉપસ્થિતિમાં ભાજપના હોદેદારો અને મોરચા પ્રમુખોની શુભેચ્છા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો પ્રદીપ ડવ,  ઉપપ્રમુખ વીરેન્દ્રસિહ ઝાલા, પ્રફુલભાઈ કાથરોટીયા, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, અશોક લુણાગરીયા, પરેશ હુંબલ, કલ્પનાબેન કીયાડા, સોનલબેન ચોવટીયા, શહરે ભાજપ મંત્રી રઘુભાઈ ધોળકીયા, દીવ્યરાજસિહ ગોહીલ, માધવ દવે, જયોત્નાબેન હળવદીયા, ડો. ઉન્નતીબેન ચાવડા, અરૂણાબેન આડેસરા, દીપાબેન કાચા, શહરે ભાજપ કોષાઘ્યક્ષ અનીલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, શહેર ભાજપ મોરચાના નયનાબેન પેઢડીયા, નીલેશ જલુ, ડી.બી. ખીમસુરીયા, પૃૃથ્વીસિહ વાળા, હારૂનભાઈ શાહમદાર, હીરેન રાવલ, કીશન ટીલવા  સહીતના ઉપસ્થિત રહયા હતા.

આ બેઠકમાં ઝવેરીભાઈ ઠકરારનું ખેસ અને બુકેથી સન્માન જીતુભાઈ કોઠારી તથા નરેન્દ્રસિંહ ઠાકુરે કર્યુ હતું. આ બેઠકમાં ઝવેરીભાઈ ઠકરારનું શબ્દોથી સ્વાગત પ્રવચન કમલેશ મિરાણીએ કર્યુ હતું અને આગામી કાર્યક્રમો અંતર્ગત વિસ્તૃત માહિતી આપી હતી,

 તેમજ આ તકે રાજકોટ મહાનગના નવનિયુકત પ્રભારી ઝવેરીભાઈ ઠકરારે જણાવ્યું હતું કે રાજકોટ એ ગુજરાત ભાજપના સંગઠનનું હબ ગણાય છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા મને સોંપવામાં આવેલ રાજકોટ મહાનગરના પ્રભારી તરીકેની જવાબદારીથી ગૌરવ અનુભવુ છુ. અને રાજકોટ મહાનગરમાં સેવાકીય કાર્યક્રમો થકી મારી પ્રભારી તરીકેની કામગીરીનો પ્રારંભ થયો છે એનો મને આનંદ છે.

(4:36 pm IST)