Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા વિડીયો કોન્ફરન્સ : કાલે શકિત કેન્દ્રો પર સેવા કાર્યો

રાજકોટ : કેન્દ્ર સરકારને ૭ વર્ષ પૂર્ણ થઇ રહ્યા હોય સફળતાની ઉજવણીરૂપે રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા સામાજીક જાગૃત્તા, માસ્ક-સેનેટાઇઝર વિતરણ, રોગ પ્રતિરોધક ક્ષમતા કીટ વિતરણ, રાશનકીટ વિતરણ સહીતના સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ સંદર્ભે જિલ્લા પ્રભરી મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, જિલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રીઓ નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલાના માર્ગદર્શન હેઠળ આ સેવા કાર્યો આગળ ધપાવવા તમામ કાર્યકર્તાઓ સાથે વિડીયો કોન્ફરન્સ ગોઠવવામાં આવી હતી. કાલે તા. ૩૦ ના જિલ્લા ભાજપ દ્વારા શકિત કેન્દ્રોના સ્થાનો પર યુવા મોરચા દ્વારા રકતદાન શિબિર, માસ્ક વિતરણ, સેનીટાઇઝર વિતરણ, રોગ પ્રતિરોધક ક્ષમતા કીટ વિતરણ, રાશનકીટ વિતરણ કરાશે. તેમજ ગામડાઓમાં લોકોનું થર્મલ સ્કેનર અને ઓકસીમીટર વડે સ્ક્રીનીંગ કરાશે. સાફ સફાઇ તેમજ રસી અંગે જાગૃત કરાશે. આ દરમિયાન ઉપલેટા શહેર ઇન્ચાર્જ મયુરભાઇ સુવા, સહઇન્ચાર્જ જેન્તીભાઇ ગજેરા, ઉપલેટા તાલુકા ઇન્ચાર્જ પ્રવિણભાઇ માકડીયા, સહઇન્ચાર્જ જેન્તીલાલ બરોચીયા, ભાયાવદર શહેર ઇન્ચાર્જ નરશીભાઇ મૂંગલપરા, સહઇન્ચાર્જ સરજુભાઇ માંકડીયા, ધોરાજી શહેર ઇન્ચાર્જ હરસુરભાઇ ટોપીયા, સહઇન્ચાર્જ રાજશીભાઇ હુંબલ, ધોરાજી તાલુકા ઇન્ચાર્જ સુભાષભાઇ બામભરોલીયા, સહઇન્ચાર્જ વિરલભાઇ પનારા, જામકંડોરણા તાલુકા ઇન્ચાર્જ ઇન્દ્રજીતસિંહ ચુડાસમા, સહ ઇન્ચાર્જ ગોવિંદભાઇ રાણપરીયા, જેતપુર શહેર ઇન્ચાર્જ કિશોરભાઇ શાહ, સહ ઇન્ચાર્જ રમેશભાઇ જોગી, જેતપુર તાલુકા ઇન્ચાર્જ પ્રાગજીભાઇ કાકડીયા, સહ ઇન્ચાર્જ બિંદીયાબેન મકવાણા, ગોંડલ શહેર ઇન્ચાર્જ પ્રફુલભાઇ ટોળીયા, સહ ઇન્ચાર્જ રીનાબેન ભોજાણી, ગોંડલ તાલુકા ઇન્ચાર્જ અલ્પેશભાઇ ઢોલરીયા, સહ ઇન્ચાર્જ ભાસ્કરભાઇ જસાણી, કોટડા સાંગાણી તાલુકા ઇન્ચાર્જ અરવિંદભાઇ સિંધવ, સહ ઇન્ચાર્જ શૈલેષભાઇ વઘાસીયા, લોધીકા તાલુકા ઇન્ચાર્જ તળશીભાઇ તાલપરા, સહ ઇન્ચાર્જ મોહનભાઇ દાફડા, રાજકોટ તાલુકા ઇન્ચાર્જ   રાજેશભાઇ ચાવડા, સહ ઇન્ચાર્જ બાબુભાઇ નશીત, પડધરી તાલુકા ઇન્ચાર્જ બાવનજીભાઇ મેતલિયા, સહ ઇન્ચાર્જ પ્રવિણભાઇ હેરમા, જસદણ શહેર ઇન્ચાર્જ રમાબેન મકવાણા, સહ ઇન્ચાર્જ જીજ્ઞેશભાઇ હીરપરા, જસદણ તાલુકા ઇન્ચાર્જ હરેશભાઇ હેરભા, સહ ઇન્ચાર્જ પરેશભાઇ રાદડીયા, વિંછીયા તાલુકા ઇન્ચાર્જ ખોડાભાઇ ખસીયા, સહ ઇન્ચાર્જ નાથાભાઇ વસાણીની વરણી કરવામાં આવી હતી.

(11:47 am IST)