Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કીટીપરા કન્ટેઇનમેન્ટ એરીયામાં સુરક્ષા સજ્જડ બનાવાઇઃ કોરોના પોઝીટીવ મહિલા બુટલેગરના સંપર્કમાં આવેલા લોકોને કોરેેન્ટાઇન કરવા તજવીજ

રાજકોટઃ ગઇકાલે  જંકશનની કીટીપરા આવાસ યોજનામાં રહેતા મહિલા બુટલેગરને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા ચોંકી ઉઠેલા તંત્રએ આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તકેદારીના પગલા લેવાનું શરૂ કર્યુ છે. આ વિસ્તારના લોકો વિના કારણ આવ-જા  કરી  સંક્રમણનો ભોગ ન બને તે માટે પીઆઇ વી.એસ.વણજારાએ સજ્જડ બંદોબસ્ત ગોઠવ્યો છે. કીટીપરાના રસ્તાઓ પતરા ફીટ કરી સીલ કરી દેવામાં આવ્યા છે. એક જ રસ્તા પરથી આવ-જા ઉપર દેખરેખ રાખી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સીસીટીવી મારફત પણ નજર રાખવામાં આવી રહી છે. આ વિસ્તારના મ્યુનિસીપલ કોર્પોરેશનના એન્જીનીયર શ્રીવાસ્તવ અને વોર્ડ ઓફીસર નિકુંજ સાથે મળી પીઆઇ વણજારા દ્વારા વ્યવસ્થાઓ ગોઠવાઇ રહેલી તસ્વીરમાં નજરે પડે છે. પીઆઇ વણજારાએ જણાવ્યું હતું કે કોરોના પોઝીટીવ બનેલા મહિલા બુટલેગર હસુબેન મનુભાઇ રાઠોડના સંપર્કમાં આવેલા લોકોની યાદી બનાવવામાં આવી રહી છે. તુરંતમાં જ આવા લોકોને કોરેન્ટાઇન કરવામાં આવશે.

(4:09 pm IST)