Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

તમારા નેગેટીવ વિચારો બીજાનું નહિ, તમારૂ જ જીવન નેગેટીવ બનાવી દેશેઃ પૂ.પારસમુનિ મ.સા.

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયનાં મહામંત્ર પ્રભાવક પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. નાં શિષ્યરત્ન સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સાહેબે પ્રવચન આપતા જણાવેલ કે એકવાર શ્રી કૃષ્ણ અને અર્જુન રાજમાર્ગ પર જતા હતા. અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે કેશવ ! આ દિવાલ પર કાંઈક સુંદર વાકય લખો કે સુખમાં કોઈ વાંચે તો દુઃખ ના થાય, અને દુઃખનાં દિવસોમાં વાંચે તો સુખ થાય.  શ્રી કૃષ્ણ વાસુદેવે દિવાલ પર વાકય લખ્યુ. '' સમય પણ જતો રહેશે.''

જે થવાનું હતું એ થઈ ગયું, હવે જે થશે એ સારું થશે, બસ આ સમજીને ચાલો જિંદગી જીવવાની તાકાત મળી જશે.વર્તમાન સમયે મહામારી ની ઉદભવેલ પરિસ્થિતિ પણ જતી રહેશે. માણસે ધૈર્યતા રાખવી જરૂરી છે. આ સમય દ્યણું બધુ નવું શીખવાડવા આવ્યો છે. માણસ પૈસા પાછળ બધુ જ ભૂલી ગયો હતો, હવે જીવન બચાવવા બધુ જ ભૂલીને દ્યરમાં બેસી ગયો છે. પહેલા દ્યર ચલાવવા બહાર દોડતો હતો, હવે પોતાને બચાવવા દ્યરમાં બેસે છે.

સમયનું ચક્ર મહાન છે. સમયથી મોટો ભગવાન કોઈ જ નથી. ભોળા માણસની હાય અને લાચાર માણસનાં આંસુ એ દુનિયાની સેોથી મોંધી પ્રોડકટ છે, એનું બિલ સીધુ ઉપરવાળો ફાડે છે. જીવનમાં કયારેય કોઈનું ખરાબ ન ઈચ્છો. તમારૂ જેણે ખરાબ કર્યું હોય, તમને જેણે બરબાદ કર્યા હોય. તેનુ ખરાબ કરવા ના વિચારો, તેને બરબાદ કરવાનો પ્રયત્ન પણ ન કરો, તેવું કરવાથી તમારૂ જ ખરાબ થાય છે, તમે જ બરબાદ થઈ જશો.  ટુંકમાં કોઈના માટે નકારાત્મક ન વિચારો, કોઈના માટે ના નકારાત્મક વિચારો તમારા જ જીવનને નકારાત્મકતાથી ભરી દેશે. તમે સ્વયં જ નકારાત્મક બની જશો. તમારૂ જીવન નકારાત્મક બની જશે.

પાણી તો દરેકને એક જેવુંજ અપાય છે છતાં પણ 'શેરડી મીઠી', 'દ્રાક્ષ ખાટી', 'કારેલું કડવું' અને 'મરચું તીખું' ઉગે જ છે એનું કારણ પાણી નહીં પણ બીજ છે આપણે આપણા મનમાં જેવા 'વિચારોનું વાવેતર' કરીશું એવું જ ઉગશે.

 તમારા વિશે નકારાત્મક એ જ લોકો વિચારી શકે,જેઓ તમારી બરાબરી ના કરી શકતા હોય..?? જીવનનાં પરમ સત્યને જાણો કે જો લોકો તમને નીચે પછાડવાની કોશિશ કરે તો તમે એ વાતનો ગર્વ કરો કે એ બધાથી ઉપર છો. વિરોધ વધારે હોય ત્યારે, સમજવું કે એ લોકો કાં તો તમને માપી નથી શકતા ,કાં તો તમને આંબી નથી શકતા... મજબૂત થવાની મઝા તો ત્યારે જ આવે,જયારે આખી દુનિયા કમજોર કરવા જોર કરતી હોય. બાવળને પત્થર કોઈ નથી મારતું, આંબાને પત્થર માર્યા વગર લોકો રહેતા નથી. તમે કાંઈ પણ નવું કાર્ય કરો ત્યારે પ્રથમ તમારી ઉપેક્ષા થશે, પછી લોકો તમારી મશ્કરી કરશે, પછી તમારી સાથે ઝદ્યડો કરશે, લડશે અને તમે તે બધુ પચાવી મેોનભાવે આગળ વધતા રહેશો તો તમારી જીત થશે તે જ લોકો તમને સ્વીકારી લેશે. તે જ લોકો તમારી પૂજા કરશે.

કિનારે પહોચવું એટલું સહેલું નથી, અહીં સાગરના મોઢે પણ ફીણ આવી જાય છે. એક કોળીયો પેટ સુધી પહોંચાડવા માટે પરમાત્મા એ કેવી અદભૂત વ્યવસ્થા કરી છે...!

ગરમ હોય તો હાથ કહી દે... કઠણ હોય તો દાંત કહી દે...

કડવુ કે તીખુ હોય તો જીભ જાણ કરી દે, અને વાસી હોય તો નાક ને ખબર પડી જાય.બસ ખાલી હક્કનું છે કે હરામનું એ આપણે નક્કી કરવાનુ હોય છે.... એ જરૂરી નથી કે દરરોજ મંદિર જવાથી તમે ધાર્મિક બની જાવ, પણ, કર્મ એવા હોવા જોઈએ કે, તમે ગમે ત્યાં જાવ તો ત્યાં મંદિર બની જાય. જીવનમાં બે વાત માણસ ને દુૅંખી કરે છે , પહેલું જીદ અને બીજું અભિમાન. જીવનમાં બે વાત માણસ ને સુખી કરે છે.પહેલું જતું કરવું  અને બીજું સમાધાનવૃતિ કેટલું દોડી શકો છો તેના ઉપર નહીં , પણ કેટલું છોડી શકો છો તેનાં ઉપર સુખનો આધાર છે.

સબંધ હોય કે બરફ બંને ને બનાવવા અને ટકાવવા માટે ઠંડક બનાવી, રાખવી ખુબજ જરૂરી છે.કોઇ બીજાના વ્યકિતત્વ પર , PHD કરવા કરતા, આપણી જીંદગી પર,  RESEARCH કરીએ તો વધુ સારૂ પરિણામ આવે. ધાર્યું ન થઈ શકે તો તેનો અફસોસ ન કરવો, કયારેક અણધાર્યું પણ અફલાતુન થઈ જતું હોય છે.

ખુદા કે બન્દે સમ્ભલ જા, વકત હૈ અબ ભી બદલ જા, શહંશાહી કી આદત ભૂલા કે નફરત કે બીજ દફના કે, ઈન્સાન બન કે દિખા દે.

(3:07 pm IST)