Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

પૂ.નમ્રમુનિ મ.સા.ની રાજકોટમાં પધરામણીઃ જુનાગઢ તરફ વિહાર

પૂ. રતિલાલજી મ.સા.ની દિક્ષાભૂમિમાં રવિવારે ગીરનાર જૈન સંઘના ઉપક્રમે ચાતુર્માસ પ્રવેશ

 રાજકોટઃ ગઇકાલે ગુરુવારે સવારે ૧૧ કલાકે ભયંકર ગરમીમાં રાજકોટનાં આંગણે ચાલતાં મહારોટી અભિયાનમાં આશીર્વાદ દેવા માટે વિહાર કરીને પધારેલાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ સર્વપ્રથમ તપસમ્રાટ તીર્થધામમાં તપસમ્રાટ ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજની સમાધિના દર્શન કરી, તીર્થભૂમિ પર ભાવિકોને માંગલિક સંભળાવી, ભાવિકો સાથે નૂતનનગર હોલનાં રોટી અભિયાનના સ્થાને પધારતાં, રોટી અભિયાનનાં સર્વ ભકતો શ્રી પ્રવીણભાઈ કોઠારી, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ, શ્રી અલ્પેશભાઈ મોદી, શ્રી ભાવેશભાઈ શેઠ, શ્રી તુષારભાઈ મહેતા, શ્રી જીમી ભાઈ શાહ, શ્રી જગદીશભાઈ શેઠ આદિ અનેક ગુરુભકતોએ  સ્વાગત કર્યું હતું.

આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે ફરમાવ્યું કે, રાજકોટના ભાવિકોએ ઇતિહાસ સર્જયો છે. ૫૫ લાખથી વધુ રોટીઓનું સર્જન કરી અનેક લોકોના દુઃખ-દર્દ દૂર કર્યા છે. ત્યાર બાદ, પરમ ગુરુદેવે સૌને આશીર્વાદ આપી સોશ્યલ ડિસ્ટન્સ રાખતા સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં ધર્માલય ખાતે પધાર્યા છે.

પરમ ગુરુદેવ, ધર્માલયમાં ૧-૨ દિવસની સ્થિરતા કરી આગામી ચાતુર્માસ અર્થે ગિરનારમાં ભગવાન નેમનાથની ભૂમિમાં, તપસમ્રાટ ગુરુદેવ પૂજય શ્રી રતિલાલજી મહારાજ સાહેબની દીક્ષા ભૂમિમાં ચાતુર્માસ અર્થે પધારશે. તેઓનું ચાતુર્માસ ગિરનાર પ્રકૃતિધામની આંગણે નિશ્ચિત થયું છે. તેઓ આગામી ૫ મહિના સુધી ગિરનારના પ્રકૃતિધામમાં બિરાજશે. આ ચાતુર્માસનો લાભ જૂનાગઢના સોની પરિવારના નટવરલાલ વચ્છરાજ ચોકસી પરિવારે લીધેલ હોવાનું જણાવાયું છે. 

તારક તીર્થકર પ્રભુ નેમનાથની પાવન અને પવિત્ર ભૂમિ જુનાગઢ - ગિરનારની ધન્ય ધરા ઉપર ચાતુર્માસ અર્થે આજે ૨૯/૫ ના રોજ રાજકોટથી વિહાર કરી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ ઈશાપુર તરફ પધારશે. રાજકોટના ટૂંકા રોકાણમાં અનેક સંદ્યો ભાવિકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શનો લાભ લીધેલ.

ગોંડલ સંદ્યના પ્રમુખ  પ્રવીણભાઈ કોઠારી,મોટા સંદ્ય ના પ્રમુખ ઈશ્વરભાઈ દોશી  રોયલપાર્ક મોટા સંદ્યના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ, અશોકભાઈ મોદી, સરદારનગર સંદ્યના હરેશભાઈ વોરા, વિતરાગ - નેમિનાથના ભરતભાઈ દોશી, નીતિનભાઈ ગોડા, સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈ, એડવોકેટ કમલેશભાઈ શાહ, વિભાશભાઈ શેઠ, સેવા સમ્રાટ રાકેશભાઈ રાજદેવ, કરુણા ફાઉન્ડેશનના મિત્ત્।લભાઈ ખેતાણી રમેશભાઈ ઠક્કર, જૈન સાહિત્યકાર મનોજભાઈ  ડેલીવાળા, જૈન અગ્રણી ઉપેનભાઈ મોદી, ગુરુભકતો એડવોકેટ વિરેશભાઈ ગોડા, મયંકભાઇ , વિરેનભાઈ, રક્ષિતભાઈ આદિ અનેક દર્શન - વંદનનો લાભ મળેલ.

 પૂ. ગુરૂદેવશ્રીએ રાજકોટના ભાવિકોને સાવધાની રાખી સરકારશ્રી ના તમામ આદેશોનું પાલન કરી કોરોના સામેનો જંગ જીતશું તેવી સકારાત્મક પ્રેરણા સંદેશ આપેલ. આજરોજ તા. ૨૯/૫ ના ઇશાપુર પધારશે..

રવિવારે ભવનાથની ગિરિ કંદરાના દૃશ્યો થી સુશોભિત ૨૨ માં તીર્થંકર પ્રભુ નેમનાથ ની પાવનભૂમિના દિવ્ય સ્પંદનો અનુભવતા ગિરનાર જૈન સંદ્યના ઉપક્રમે ચાતુર્માસ મંગલ પ્રવેશ કરશે. 

(11:29 am IST)