Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ધો-૧૨ પછી બી.વોક.માં પ્રવેશ મેળવોઃ રવિવારે માગદર્શન સેમિનાર

 રાજકોટઃ તા.૨૯, સમગ્ર ગુજરાતમાં સર્વ પ્રથમવાર બી.વોક. ઇન પ્રોેડકશન ટેકનોલોજી સરકાર માન્ય યુજીસી અને એઆઇસીટીઇ દ્વારા એપુવડ ૩ વર્ષનો ડિગ્રી કોર્ષ પરફેકટ કોલેજ ઓફ ટ્રેનિંગ એન્ડ એજયુંકેશન ખાતે ટાટા ઇનસ્ટીટયુટ ઓફ સોશ્યલ સાયન્સ સ્કુલ ઓફ વોકેશનલ એજ્યુકેશનલના  ઉપક્રમે શરૂ થઇ રહયો છે. આ અંતગર્ત વિદ્યાર્થીઓને માહિતગાર કરવા તા.૩ જુનના રવિવારે સવારે ૧૦ વાગે રૂડા-૨, એ.જી. સ્ટાફ કર્વાટરની સામે, પ્રેમમંદીર રોડ ખાતે સેમિનારનું આયોજન થયું છે.

 પ્રવર્તિત શિક્ષણ પધ્ધતિ ની મર્યાદાઓનો છેદ ઉડાડતો બીવોક ડિગ્રી કોર્ષ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા અને બેરોજગારી દુર કરવાનો ઉત્તમ દિશા સુચક પ્રયત્ન છે. બીવોકમાં વિદ્યાર્થી અભ્યાસની સાથે સાથે પ્રેકટીકલ ટ્રેનિંગ અને માતબર સ્ટાયફંડ મેળવી શકે છે

ઇન્ડસ્ટ્રીમાં હાલની સ્થિતિમાં સ્કિલ્ડ માણસોની સંદતર સોર્ટેજ છે. સામા પક્ષે વિદ્યાર્થીઓ ડિગ્રીના ઢગલા પર બેસીને પણ બેરોજગાર છે આમ ઇન્ડસ્ટ્રી અને વિદ્યાર્થીનો સ્ક્રીલ ગેપ દુર કરવા માટે બી.વોક. એક સંચોટ ઉપાય સાબિત થશે. વિદ્યાર્થી  બી.વોક.ની ડીગ્રી સાથે ત્રણ વર્ષનો કાર્ય અનુભવ મેળવશે જે એને સ્વનિર્ભર અને ઇન્ડસ્ટ્રી રેડી બનાવશે.

  બી.વોક. કોર્ષની  વિશેષ ખાસિયત તેમા મલ્ટીપલ એન્ટ્રી એન્ડ એક્ષીટ છે પ્રથમ વર્ષ પુર્ણ થતા ડિપ્લોમાં અને દ્વિતીય વર્ષ પુર્ણ થતા એડવાન્સ ડિપ્લોમાં ડિગ્રી મળે છે અને ત્રણ વર્ષ પુર્ણ કરતાા બેચલર ડિગ્રી મળે છે. જેથી કરીને એક પણ વર્ષ વેડફાવાની સંભાવના નથી રહેતી રજીસ્ટ્રેશન માટે મો.૬૩૫૩૭ ૭૧૫૨૨ ઉપર સંપર્ક કરવો.

 તસ્વીરમાં કૌશા દોશી, ભાવના કોટેચા, રોશની પંચમીયા, જયેન કોટેચા અને હેમાંગ કેલૈયા નજરે પડે છે (તસ્વીરઃસંદીપ બગથરીયા)

(4:35 pm IST)