Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

બીએસએનએલના પી.જી.એમ.ટીના હસ્તે રાજભાષા અધિકારી દિપક પંડ્યાનું સન્માન

રાજકોટ,તા.૨૯: બીએસએનએલના રાજભાષા અધિકારી દિપક આર.પંડ્યાનું હિન્દીના સર્વોચ્ચ વિકાશ માટે રાજકોટ એસ.એસ.એ. હેડ (પીજીએમટી) અશોકકુમાર ઉપાધ્યાય (આઈટીએસ)ના હસ્તે પ્રસસ્થિપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

કે.આર.એકસચેંજ ખાતે યોજાયેલ સન્માન સમારંભમાં તેઓની સેવાઓને બીરદાવવામાં આવેલ. દિપક પંડ્યા આગામી તા.૩૧/૫નાં રોજ ૩૭ વર્ષની નોકરી પુરી કરી નિવૃત્ત થનાર હોય આ વિશેષ સન્માન સમારોહનું આયોજન થયું હતું.

(4:28 pm IST)