Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

વિ.હિ.પ. ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ સદાશિવ કોકજે રવિવારે રાજકોટમાં

ડો તોગડીયા પરિષદથી દુર થયા બાદ ગુજરાતમાં રાષ્ટ્રીય વડાની પ્રથમ મુલાકાત : ગુરૂકુળમાં જાહેર અભિવાદનઃ બજરંગદળના કાર્યકરો અને કેટલાક આગેવાનો મળશે

રાજકોટ તા ૨૯ : વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી વિષ્ણું સદાશિવ કોકજેની તા ૩ જુન રવિવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પરિષદના  રાષ્ટ્રીય વડા બન્યા બાદ તેમની પ્રથમ ગુજરાત મુલાકાત છે તેઓ તે  દિવસે સવારે ઇંદોરથી હવાઇ માર્ગે અમદાવાદ આવ્યા બાદ ત્યાંથી મોટર માર્ગે બપોરે રાજકોટ પહોંચશે બપોરના સમયે અમુક અગ્રણીઓ સાથે તેમની મુલાકાત ગોઠવાયેલ છે સાંજે પ થી ૭ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ, ગોંડલરોડ ખાત ેતેમનો જાહેર અભિવાદન કાર્યક્રમ યોજાનાર છે રતનપર ખાતે ચાલી રહેલ બજરંગદળના પ્રશિક્ષણ વર્ગનું સમાપન તે જ દિવસે છે. દળના કાર્યકરો પણ ગુરૂકુળના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે રાત્રી રોકાણ રાજકોટ કરી બીજા દિવસે સવારે મુંબઇ જવા રવાના થશે.વિહીપના સ્થાનીક આગેવાનો તેમના કાર્યક્રમની તૈયારી કરી  રહ્યા છે. શ્રી વિષ્ણુંસદાશીવ કોકજેજી ઇન્દોર મધ્ય પ્રદેશના વતની છે, ૭૯ વર્ષના કોકજેજીનો જન્મ ૬ સપ્ટેમ્બર,૧૯૩૯ ના રોજ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના દાહી તાલુકાના કુકસી ગામમાં થયો. ઇન્દોરની હોલકર કોલેજથી બી.એ. કર્યુ ત્યાબાદ સમાજશાસ્ત્રમાં એમ.એ. ની ડિગ્રી પ્રાપ્ત કરી. ઇન્દોરમાં જ લો કરી ૧૯૬૪ માં વકીલાત શરૂ કરી. ૮ મ., ૨૦૦૩ થી લઇ ૧૯ જુલાઇ ૨૦૦૮ સુધી હિમાચલ પ્રદેશના રાજયપાલ રહી ચુકયા છે, તે પહેલા જુલાઇ ૧૯૯૦ થી લઇ એપ્રિલ ૧૯૯૪ સુધી મધ્યપ્રદેશ હાઇકોર્ટના જજ તથા એપ્રિલ ૧૯૯૪ થી સપ્ટેમ્બર ૨૦૦૧ સુધી રાજસ્થાનમાં પણ જજ રહી ચુકયા છે. વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય ઉપાધ્યક્ષ ની જવાબદારી સંભાળી રહ્યા હતા તે પહેલા ભારત વિકાસ પરિષદના પણ અધ્યક્ષ રહી ચુકયા છે. હાલ ૧૪ એપ્રિલ,૨૦૧૮ , ડો. બાબાબ સાહેબ આંબેડકર ૧૨૭ મી જન્મ જયંતિ થી વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હિન્દુ સમાજ નું માર્ગદર્શન કરી રહ્યા છે.

(4:26 pm IST)