Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

મેઘમાયાનગરમાં આશાબેન ટુંડીયાનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા ૨૯ : મવડી પાસે મેઘમાયાનગરમાં રહેતી વણકર મહિલાએ ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ મેઘમાયાનગર શેરી નં.૪ માં રહેતા આશાબેન અમૃતભાઇ ટુંડીયા (ઉ.વ.૪૦) એ પોતાના ઘરે ગાળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો મૃતક આશાબેન ના દસ વર્ષ પહેલા લગ્ન થયા હતા બનાવની જાણ થતા માલવીયાનગર  પોલીસ મથકના એ.એસ.આઇ હિનાબેન મણવર તથા રાઇટર હરેન્‍દ્રસિંહ સ્‍થળ પર પહોંચી વણકર મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યુ તે અંગેનું કારણ જણવા તપાસ હાથ ધરી છે.

(4:03 pm IST)