Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ધો.૧૨ સાયન્‍સ અને ધો.૧૦માં ઉજજવળ પરિણામ મેળવતા અક્ષર સ્‍કૂલનાં વિદ્યાર્થીઓ

રાજકોટ,તા.૨૯: ધો.૧૦માં અક્ષર સ્‍કૂલનાં વિદ્યાર્થીઓએ ખૂબજ ઉજજવળ પરિણામ મેળવ્‍યું છે. જેમાં સ્‍કૂલમાં પ્રથમ નંબરે કટેશિયા દિવ્‍યાંક ૯૯.૦૦ પીઆર મેળવેલ છે, જેમાં ગણિત- ૯૨, વિજ્ઞાન- ૯૩, સામાજવિદ્યા- ૯૧, ઈંગ્‍લીશ- ૮૫, ગુજરાતી- ૮૯ મેળવીને પોતાનું તેમજ સ્‍કૂલનું નામ રોશન કર્યું છે. ધો.૧૦માં કુલ માત્ર ૫૦  વિદ્યાર્થીઓમાંથી ૯૫ ઉપર પીઆર મેળવતા વિદ્યાર્થીઓની સંખ્‍યા- ૧૧,૯૦ ઉપર પીઆર મેળવતા વિદ્યાર્થીઓની સંખ્‍યા- ૧૮,૮૦ ઉપર પીઆર મેળવતા વિદ્યાર્થીઓની સંખ્‍યા-૧૧ છે.

ધો.૧૨ સાયન્‍સમાં પણ અક્ષર સ્‍કૂલનાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉજજવળ પરિણામ મેળવ્‍યું છે. સ્‍કૂલમાં પ્રથમ નંબર મેળવતા ડાંગર પ્રદિપ બોર્ડમાં ૯૯.૧૬ પીઆર તેમજ ગુજકેટમાં ૧૦૦ ગુણ (૯૯.૪૨ પીઆર) મેળવીને પોતાના માતા- પિતા તેમજ સ્‍કૂલનું ગૌરવ વધાર્યું છે. સ્‍કૂલમાં બીજા નંબરે ભરડવા પ્રયાગ (૯૭.૫૪ પીઆર) તથા ત્રીજા નંબરે લોઢીયા રાજન (૯૬.૦૮ પીઆર) મેળવીને પોતાનું નામ રોશન કર્યું છે. સ્‍કૂલમાં માત્ર ૧૧૬ વિદ્યાર્થીઓમાંથી ૯૦ ઉપર પીઆર મેળવતા ૧૫ વિદ્યાર્થીઓ તથા ૮૫ ઉપર પીઆર મેળવતા ૩૯ વિદ્યાર્થીઓ છે. તેમજ ૮૦ ઉપર પીઆર મેળવતા ૪૭ વિદ્યાર્થીઓ છે. જેઈઇ (એડવાન્‍સ) માટે ૪૬માંથી ૧૧ વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે.

વર્ષ ૨૦૧૭માં અનેક વિદ્યાર્થીઓએ નીટ ની પરીક્ષા પાસ કરીને મેડિકલ અને પેરામેડિકલમાં પ્રવેશ મેળવ્‍યો છે. હાલમાં સ્‍કૂલનાં ઘણા વિદ્યાર્થીઓ ડીએઆઈઆઈટી, પીડીપીડીયુ, નીરમા તથા ડીડીઆઈટી જેવી ખ્‍યાતનામ કોલેજમાં અભ્‍યાસ કરી રહ્યા છે.

અક્ષર સ્‍કૂલમાં ધો.૧૧- ૧૨ સાયન્‍સ + નીટ, જેઈઈ ની તૈયારી એક જ સ્‍થળે કરવવામાં આવે છે. તેમજ રાજકોટ શહેરમાં એકમાત્ર સ્‍કૂલ છે કે જે સ્‍કૂલ અને હોસ્‍ટેલ એક જ કેમ્‍પસમાં ધરાવે છે. સ્‍કૂલમાં સંચાલકોએ જ શિક્ષકો છે. શ્રી રાજાણી, જે.એન.મેતા, શ્રી વઘાસિયા સંચાલકો અને શિક્ષકો તરીકે સ્‍કૂલમાં માર્ગદર્શન આપે છે.

(2:41 pm IST)