Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ધો.૧૨ ગુજ.કેટમાં રાજ્‍યના પ્રથમ આવનાર કેવલ ઠકરારનું ભાણવડ લોહાણા સમાજ દ્વારા સન્‍માન

તાજેતરમાં બહાર પડેલા ધો.૧૨ સાયન્‍સ ગુજ.કેટના પરિણામોમાં ભાણવડના લોહાણા સમાજના ઠકરાર પરિવારના પુત્ર અને જામનગર ખાતે બ્રિલીયન્‍ટ સ્‍કુલમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થી કેવલે ૯૯.૯૯ પીઆર સાથે સમગ્ર ગુજરાતમાં ટોપ કરેલ હોય ગત રાત્રીના ભાણવડ લોહાણા મહાજન વાડી ખાતે સમસ્‍ત ભાણવડ લોહાણા મહાજન સમાજ દ્વારા તેમના સન્‍માનનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો.

ભાણવડ લોહાણા મહાજન સમાજના  પ્રમુખ વ્રજલાલ પતાણી, ઉપ પ્રમુખ હેમંતભાઇ કોટેચા તેમજ સમસ્‍ત ટ્રસ્‍ટીશ્રીઓ દ્વરાા જ્ઞાતિનું સમૂહ ભોજન સાથે કેવલ ઠકરારનું સન્‍માન તેમજ સમાજના આમંત્રણને માન આપીને ઉપસ્‍થિત રહેલા સમાજના મહાનુભાવો અશોકભાઇ લાલ (ચેરમેન કો.ઓ.બેંક-જામનગર), તેમના લઘુબંધુ અને જામનગર લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ, દિલીપભાઇ નથવાણી, જીતુભાઇ નથવાણી (બન્‍ને ડિરેક્‍ટર કો.ઓ.બેંક-જામનગર) તેમજ પશ્રિમલભાઇ નથવાણીના પુત્ર ધનરાજભાઇ નથવાણીનું પણ આ તકે સાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યુ હતુ.

સમગ્ર લોહાણા સમાજને શિક્ષણ  ક્ષેત્રે ગૌરવ અપાવનાર કેવલ ઠકરાર પર અભિનંદનનો વરસાદ વરસ્‍યો હતો. ભાણવડ લોહાણા સમાજના આગેવાનો દ્વારા વિવિધ મોમેન્‍ટો આપી કેવલનું સન્‍માન કરવામાં આવ્‍યુ હતુ. ખાસ ઉપસ્‍થિત રહેલા બ્રિલિયન્‍ટ સ્‍કુલ-જામનગરના પ્રિન્‍સીપાલ શર્મા તેમજ કેવલને શિક્ષણ આપનાર શિક્ષક સ્‍ટાફ દ્વારા કેવલનુ તેમના માતા પિતા  મધુબેન કમલેશભાઇ ઠકરાર તથા કમલેશભાઇ હસમુખરાય ઠકરાર સહ સન્‍માન કર્યુ હતુ. તો ભાણવડ દુધેશ્વર યુવક મંડળ દ્વારા પણ મોમેન્‍ટો આપી સન્‍માન કરવામાં આવ્‍યુ હતુ. તો સમસ્‍ત ભાણવડ ઠકરાર પરિવારે પણ કેવલને સન્‍માનિત કરી શુભકામના પાઠવી હતી. (તસ્‍વીરઃ રવિ પરમાર - ભાણવડ)

(2:39 pm IST)