Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

એ-ગ્રેડ ગુમાવવામાં કથિત નિમિત બનનાર

‘નેક'માં પ્રવેશ માટે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો માર્ગ ખુલ્‍યોઃ ફાર્મસી ભવનના માન્‍યતા વગરના કોર્ષને મળી માન્‍યતા

આખરે ફાર્મસી કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડિયા દ્વારા ઇન્‍સ્‍પેકશન કરી કાયદેસરતા આપી

રાજકોટ તા. ૨૯ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો ગૌરવવંતો એ-ગ્રેડ યુજીસીએ છીનવી લીધો હતો પરંતુ આજે ફરી એપ્‍લાય થવાનો માર્ગ મોકળો થયો છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનમાં ચાલતા બે અભ્‍યાસક્રમોને ફાર્મસી કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયાએ મંજુરી આપી છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનમાં ચાલતા ફાર્માસ્‍યુટીકલ રેગ્‍યુલેટરી અફેર્સ અને બાયો ટેકનોલોજીના કોર્ષને મંજૂરીની મ્‍હોર મારી છે. ૨૦૦૭થી એઆઇસીટીઇની મંજૂરીથી ચાલતા અભ્‍યાસક્રમ ઉપર ફાર્મસી કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડિયાની મંજૂરી બાકી રહી હતી. અનેકવાર રજૂઆત છતાં યુનિવર્સિટીના સત્તાધીશોએ કોઇ યોગ્‍ય કાર્યવાહી કરી ન હતી.

નેક એક્રેડીશિયન મેળવવા માટે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પ્રોફેશ્‍નલ કોર્ષમાં જે તે કાઉન્‍સીલની મંજૂરી અગત્‍યની હોય ફાર્મસી ભવનમાં ચાલતા બે કોર્ષની મંજૂરી ફાર્મસી કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડિયાની ન હતી. સતત ત્રણ વર્ષ સુધી યુનિવર્સિટીના ઉચ્‍ચ સત્તાધીશોને રજૂઆત કરવા છતાં મંજૂરી મેળવવાની કોઇ કાર્યવાહી ન થતાં આખરે એ-ગ્રેડ ગુમાવવાની નોબત આવી હતી.

હવે નવેસરથી ગ્રેડેસન માટે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી નેકમાં એપ્‍લાય થઇ શકશે.

(3:52 pm IST)