Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

મેડીકલ સ્ટોર્સના માલિકો-સ્ટાફને વીમા યોજનાનો લાભ આપો

દવાના વેપારીઓ જોખમથી જરા પણ મુકત નથીઃ સૌરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટસ એસોસીએશન દ્વારા રેમ્યા મોહનને આવેદન : કલેકટર રેમ્યા મોહનને બદલે એડીશ્નલ કલેકટરશ્રી પરીમલ પંડયાએ આવેદન સ્વીકાર્યુ : ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા જોગાનુજોગ કલેકટર ઓફીસે મળતા તેઓને પણ અવગત કરાયા : એલોપેથીક દવાના તમામ વેપારીઓ અને સ્ટાફની કોરોના તપાસ, દુકાનો સેનીટાઇઝ કરવી, સોશ્યલ ડીસ્ટન્સીંગ માટે પગલા લેવા, સ્ટાફને ઓળખકાર્ડ આપવા સહિતની સરકાર પાસે માંગણીઓ : હાલમાં ઘણા કેમીસ્ટસ COVID 19 થી સંક્રમિત થઇ ગયા! : વેપારીઓને દંડ બાબતે યોગ્ય નહિં થાય તો દવાની દુકાનો ન પણ ખૂલી રહે તેવી ચિમકી આપવામાં આવી

રાજકોટ તા.ર૯ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા જાહેર કરાયેલ કોરોના (COVID 19)માં સમગ્ર ગુજરાતના એલોપેથીક દવાના તમામ વેપારીઓ સમાજ તથા સરકાર સાથે ખભ્ભે ખભ્ભા મિલાવીને રાત દિવસ કાર્યરત રહીને દવાઓ, માસ્ક તથા સેનીટાઇઝરથી જરૂરીયાતમંદ એકપણ વ્યકિત વંચિત ન રહે તેનું ધ્યાન રાખી પોતાની ફરજ બજાવી રહયા છે.

ગુજરાત ખાતેની માતૃસંસ્થા ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસોસીએશનના માર્ગદર્શન હેઠળ ધ સૌરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસોસીએશનના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષભાઇ દેસાઇના સંગાથે કેમીસ્ટ એસોસીએશન રાજકોટ દ્વારા આજરોજ કલેકટરશ્રીને દવાના રીટેલર્સ તથા હોલસેલર્સની વિવિધ માંગણીઓ સંદર્ભે વિસ્તૃત આવેદન આપવામાં આવ્યું હતુ.આવેદનમાં દર્શાવેલ માંગણીઓમાં મુખ્ય માંગણી એ કરવામાં આવી છે કે તાજેતરમાં અખબાર તથા ન્યુઝ ચેલના સમાચાર મુજબ સરકાર દ્વારા ડોકટર્સ, નર્સો અને સેનીટેશન વર્કર્સ માટે વિમા યોજનાની જાહેરાત કરવામાં આવી છે, તેવી જ જાહેરાત રાજયના તમામ એલોપેીથીક દવાના ધંધાર્થીઓ અને તેમના સ્ટાફ માટે કરવામાં આવે.

ઉપરાંત એવું પણ જણાવાયુ઼ છે કે દવાના વેપારીઓ કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથે સીધા સંપર્કમાં આવતા હોય છે. હાલમાં ઘણા કેમીસ્ટસ કોરોના સંક્રમીત પણ થઇ ગયેલ છે. તો તેઓ પણ જોખમથી જરા પણ મુકત નથી તેમ કહી શકાય. તાજેતરમાં તંત્ર દ્વારા સુરત-પાલનપુર માં દવા લેવા લોકોની ભીડ હોવાથી સામાજીક અંતર બાબતે મેડીકલ સ્ટોરના વેપારીને દંડ કરવામાં આવયો તે બાબત માટે પણ તંત્ર દ્વારા દવાના વેપારીઓની તરફેણમાં વિચારી શકાયું હોત તેવુ સંસ્થાના હોદેદારો કહી રહયા છે.

કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસોસીએશન દ્વારા સરકાર સમક્ષ જે માંગણીઓ અને રજુઆતો કરવામાં આવી છે ે તે  જોઇએ તો...

(૧) બધા મેડીકલ સ્ટોર્સનાં માલિકો અને સ્ટાફ કોવીડ-૧૯ થી સંક્રમીત છે કે નહી તેની તાત્કાલીક તપાસ થવી જોઈએ જેથી યોગ્ય ચિત્ર સ્પષ્ટ થઈ શકે.

(ર) બધા ડગ લાઈસન્સ ધારક અને કેમીસ્ટ શોપ સાથે કામ કરતા . કર્મચારીઓને બીજા એસેન્સીયલ કોમોડીટીનાં કર્મચારીઓને જેમ સરકાર તરફથી વીમા યોજનાનું કવચ મળે છે તે રીતે આ માલીક/કર્મચારીને પણ વીમા યોજના હેઠળ આવરી લેવામા આવે.

(૩) મેડીકલ સ્ટોરની તમામ જગ્યાઓ સંબંધિત વિભાગ દવારા સેનીટાઇઝ કરવી આવશ્યક છે.

(૪) દર્દીઓની ભીડ સામે તમામ મેડીકલ સ્ટોર્સને યોગ્ય રક્ષણ આપવુ અને સામાજીક અંતર જળવાઈ રહે તે માટે યોગ્ય પગલા લેવા જરૂરી છે.

(પ) સ્થાનીક એસોસીયેશન દ્વારા લોકડાઉનની પરિસ્થિતીની ગંભીરતા સમજી જારી કરવામાં આવેલા સભ્યોનાં ઓળખકાર્ડને સભ્યોની સ્થાનીક હીલચાલ માટે કોવીડ - ૧૯ પાસ તરીડે માન્ય ગણવું.

આ રજુઆતો  સાથે-સાથે એવી પણ ચીમકી આપવામાં આવી છે કે વેપારીઓને દંડ સહીતની બાબતો સંદર્ભે સરકારનું વલણ નહી સુધરે તો  દવાની દુકાનો ખુલ્લી રાખવી કે નહી તે પણ વિચારવું પડશે.

(3:31 pm IST)