Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

પડધરીના પાસે ઇનોવાએ બાઇકને ઉલાળતા રાજકોટના ૧૪ વર્ષના દલીત તરૂણનું મોત

માતા-પિતા સાથે પડધરી ખરીદી કરી રાજકોટ આવતા'તાને બાઇકને ઇનોવાએ ઉલાળ્યું: માતા-પિતાને ઇજાઃ એકના એક પુત્રના મોતથી દલીત પરિવારમાં અરેરાટી

રાજકોટ, તા., ર૯: રાજકોટ-જામનગર હાઇવે પર પડધરીના મોટા રામપર ગામ પાસે ગઇકાલે સાંજે ઇનોવાએ બાઇકને હડફેટે લેતા બાઇકમાં સ્વાર રાજકોટના દલીત તરૂણનું મોત નિપજયંુ હતું. જયારે તેના માતા-પિતાને ગંભીર ઇજા થતા રાજકોટ   ખસેડાયેલ છે.  પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં રામાપીર ચોકડી નજીક રૈયાધારમાં ૧૨ માળીયા કવાર્ટર પાછળ રહેતા દલીત દિનેશભાઇ તથા તેના પત્ની ગીતાબેન, પુત્ર વિધ્યાનીક  (ઉ.વ.૧૪) સાથે બાઇક નં. જીજે ૦૩ એચબી-૧૩૦૪ માં પડધરીથી રાજકોટ આવતા હતા ત્યારે ઇનોવા કાર નં. એમએચ ર૯-આર-૪ર૮૯ના ચાલકે બાઇકને ઉલાળતા બાઇકમાં બેઠેલા વિધ્યાનીક (ઉ.વ.૧૪) ને ગંભીર ઇજા થતા મોત નિપજયુંહતું.જયારે બાઇક સ્વાર દિનેશભાઇને ગંભીર ઇજા થતા રાજકોટ ખાનગી હોસ્પીટલમાં તથા તેના પત્ની ગીતાબેનને રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયેલ છે.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત દિનેશભાઇ પત્ની અને પુત્ર સાથે પડધરી ખરીદી માટે ગયા હતા અને ત્યાં પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાતા તેના એકના એક પુત્રનું મોત નિપજયું હતું. દિનેશભાઇને સંતાનમાં એક પુત્રઅને પુત્રી છે. આબનાવતી દલીત પરીવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

 બનાવ અંગે પ્રવિણભાઇ પારઘી રહે. રાજકોટે ઇનોવા ચાલક સામે ફરીયાદ નોંધાવતા પડધરી પોલીસેતપાસ હાથ ધરી છે.

(3:57 pm IST)