Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

વાંચન સંકલ્પ

વિશ્વ પૂસ્તક દિવસની ઉજવણી અંતર્ગત વી.વી.પી. જ્ઞાનકેન્દ્ર દ્વારા 'વાંચન સંકલ્પ' અને 'તરતા પુસ્તક' નો સુંદર અભિગમ હાથ ધરાયો હતો. લાયબ્રેરીયન ડો. તેજસ શાહે સૌકોઇ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણને સંકલ્પ લેડવાડેલ કે 'હું મારા જીવનમાં પુસ્તક વાંચન કરીશ અને તે દ્વારા મેળવેલ જ્ઞાનનો ઉપયોગ હું ચારિત્ર્ય નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ માટે કરી જ્ઞાનવાન અને સમૃધ્ધ રાષ્ટ્ર ઘડતરમાં સહયોગી બનીશ'. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પોતાના વિષય ઉપરાંત જીવન ઘડતરમાં ઉપયોગી થાય તેવા વર્ષ દરમિયાન ઓછામાં ઓછાં પાંચ પુસ્તકો વાંચવા માટે અપીલ કરવામાં આવેલ. વર્તમાન ફેસબુક, ટવીટર, વોટસએપ જેવા સોશ્યલ મીડીયાના સમયમાં  ઇન્ટરનેટના દુરૂપયોગ સામે પુસ્તક વાંચનની મહત્વતા સમજાવવામાં આવેલ. વી.વી.પી. ગ્રંથાલય સ્ટાફ દ્વારા દરેક (કુલ ૯) વિભાગ માટે 'તરતુ પુસ્તક' તરીકે સ્વામી વિવેકાનંદનું રાજયોગ પુસ્તક ભેટ અપાયુ હતુ. આજના દિવસની અગત્યતા ધ્યાને લઇ પાંચ પુસ્તકો યુગપ્રવર્તક શિવાજી, સદા સફળ હનુમાન, ૫૦ ક્રાંતિકારીઓ, નેલ્સન મંડલા-સપનાની પેલે પાર, અનપોસ્ટેડ લેટર્સ ગ્રંથાલયમાં ભેટ આપી વાંચન પ્રેમ વધારવા સ્તુત્ય પ્રયાસ કરાયો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વીવીપી આચાર્ય ડો. જયેશભાઇ દેશકરના સીધા માર્ગદર્શન હેઠળ ગ્રંથપાલ ડો. તેજસ શાહ, સૌ વિભાગીય વડાઓ, વિભાગીય લાઇબ્રેરી, કમીટી મેમ્બર્સ, ગ્રંથાલય કર્મચારીઓ જયેશ સંઘાણી, કલ્પેશ છાયા, ધવલ જોશી, બકુલેશ રાજગોર, હિતેષ ત્રિવેદી, કેતન પરમાર, દિપેન વ્યાસે જહેમત ઉઠાવી હતી. મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશીકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, આચાર્યશ્રી દેશકરે સમગ્ર ગ્રંથાલયની ટીમને અભિનંદન પાઠવેલ. (૧૬.૧)

(3:56 pm IST)