Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

સામાકાંઠે સોલીડ વેસ્ટશાખાના દરોડાઃ ૧૫ કિલો પ્લાસ્ટિક જપ્તઃ ૧૨ હજારનો દંડ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા દુકાનદારો પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરે અને સ્વચ્છતા જળવાય રહે તે માટે પુર્વ ઝોનના કોમર્શીયલ વિસ્તારોમાં સોલીડ વેસ્ટશાખાની ટીમ દ્વારા ૮૦ પુટ રોડ, સંતકબીર રોડ, કોઠારીયા રોડ, કુવાડવા રોડ, ભાવનગર રોડ અને પેડક રોડ સહિતના મુખ્ય માર્ગો પર ''એન્ટી પ્લાસ્ટિક ડ્રાઇવ''અંતર્ગત ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી હતી. જેમાં ગંદકી ફેલાવતા તથા પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ૪૮ દુકાન દારકો પાસેથી રૂ.૧૨,૧૫૪નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે તથા ૧૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવેલછે. આ કામગીરી કમિશ્નર બંછાનીધીયાની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નર સી.બી.ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પૂર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રી પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઇજનેરશ્રી જીજ્ઞેશ વાઘેલા, વિલાસબેન ચિકાણી તથા વોર્ડના એસ.આઇ. ડી.કે.સીંધવ,એન.એમ.જાદવ એમ.એ.વસાવા તથા વોર્ડના એસ.એસ.આઇ. પ્રભાત બાલાસરા, હરેશ ગોહેલ, પ્રશાંત વ્યાસ, પ્રતિક રાણાવસિયા, એ.એપ.પઠાણ, જે.બી. વોરા, તથા અર્પિત બારૈયા, ભુપત સોલંકી, જય ચૌહાણ, ભરત ટાંક દ્વારા કરવામાં આવેલ હતી.

(3:55 pm IST)