Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

પોલીસ હેડ કવાટર્સના બાટલા કૌભાંડના ઉચાપત કેસમાં બે પોલીસમેનના જામીન મંજુર

પાંચ વર્ષની સજાના હુકમ સામે થયેલ અપીલમાં

રાજકોટ તા. ર૯ : પોલીસ હેડ કવાટર્સના બાટલા કૌભાંડમાં સરકારી રકમની ઉચાપતના કેસમાં બે પોલીસમેનોને થયેલ પાંચ વર્ષની સજાના હુકમ સામે થયેલ અપીલના કેસમાં અદાલતે બે પોલીસમેન અને અન્ય એક આરોપીને શરતોને આધીન જામીનપર છુટવાનો હુકમ કર્યો હતો.

રાજકોટમાં પોલીસ હેડકવાર્ટરમાં પોલીસ કર્મચારીઓ અને એસ.આર.પી. કોન્ટેબલો માટે એલ.પી.જી.ગેસ સીલીન્ડરોની શાખા રાજકોટ પોલીસ કમીશ્નર દ્વારા સ્થાપવામાં આવેલ છે જેમાં નોકરી કરતા પોલીસ કોન્ટેબલ વિપુલ વસંતભાઇ મહેતા તથા નીલેશ વિનયચંદ્ર પંડયાએ સદરહુ પુરવઠાની શાખામાં એક ગેસ સીલીન્ડર સરકારી ચોપડે ચડાવ્યા વગર ઢોસાની લારી ચલાવતા સુંદરભાઇ કુંજુભાઇ પટેલને બારોબાર રૂ.પ૦૦માં વેચાણ આપેલ ત્યારે ત્યાં નોકરી કરતા નરવિરસિંહ ગુલાબસિંહ ઝાલાએ આ સુંદર કુંજુભાઇ પટેલને પોલી સહેડકર્ટરમાં રોકી  તપાી કરતા પોલીસ કર્મચારીઓ માટે ચાલતા એલ.પી.જી.ગેસની શાખામાં બાટલાનું મોટુંકૌભાંડ ચાલી રહ્યાની હકીકત બહાર આવેલ અને તેઓએ તાત્કાલીક પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં તા.૧૮/૧ર/૮ ના રોજ આ બંને પોલીસ કોન્સ્ટેબલો તથા સુંદરભાઇ કુંજુંભાઇ પટેલ વિરૂદ્ધ આઇ.પી.સી.કલમ ૪૦૯, ૧૧૪ તથા આવશ્કયધારાની કલમ ૩ અને ૭ નીચે ફરીયાદ આપેલ.

પ્ર.નગર પોલીસ સ્ટેશનના તપાસનીશ અધિકારીએ ત્રણેય આરોપીની ધરપકડ કરી તેઓ વિરૂદ્ધ પુરતા પુરાવા હોય જયુ.કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને સદરહું કેસ ચાલી જતા રેકર્ડમાં દસ્તાવેજી પુરાવો ધ્યાને લઇ આ ત્રણેય આરોપીને આઇ.પી.સી.કલમ ૪૦૯ ના ગુન્હામાં પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.પ,૦૦૦ નો દંડ અને દંડ ન ભરે તો છ માસની વધુ સખ્ત કેદની સજા તથા આવશ્ય ચીજવસ્તુ ધારાની કલમ ૩ તથા ૭માં એક વર્ષની સજા અને રૂ.પ,૦૦૦ નો દંડ અને દંડ ન ભર્યેથી વધુ છ માસની સખ્ત સજા કરવાનો હુકમ કરેલ હતો.

ઉપરોકત ગુન્હામાં બંને પોલીસ કોન્સ્ટેબલો તથા સુંદરભાઇ પટેલએ સેશન્સ અદાલતમાં નીચેના કોર્ટના હુકમથી નારાજ થઇ અપીલ દાખલ કરેલ હતી. જેમાં તેઓના એડવોકેટ ભગીરથસિંહ ડોડીયાએ એવી રજુઆત કરેલ કે આ કેસમાં નીચેની અદાલતે બંને પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ગુન્હાની જ્ઞાન લેતા પહેલા પોલીસ કમીશ્નરની કોઇ પરવાનગી રેકર્ડમાં રજુ થયેલ નથી તથા આવશ્યક ચીજ વસ્તુ ધારાના ફરજીયાત પ્રબંધો મુજબ રાજય સરકાર કે કેન્દ્ર સરકારીની કોઇ પૂર્વમંજુરી લેવામાં આવેલ નથી તેવા સંજોગોમાં આરોપી વિરૂદ્ધ પુરાવો લઇ શકાય નહી તેવા સંજોગોમાં સજાનો હુકમ થઇ શકે નહી.

ઉપરોકત સંજોગોમાના એડી. સેશન્સ જજએ આરોપી તરફે રજુ થયેલ ચુકાદાઓ તથા કાયદાકીય પરિસ્થિતિ અને નીચેની અદાલતનું પુરાવાનું રેકર્ડ ધ્યાને લઇ બંને પોલીસ કોન્સ્ટેબલો તથા અન્ય એક આરોપીને તાત્કાલીક શરતી જમીન ઉપર મુકત કરવા તથા નીચેની અદાલતે સજાનો હુકમ અપીલ પુર્ણ થયા સુધી મૌકુફ રાખવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં બચાવપક્ષે ભગીરથસિંહ ડોડીયા, કિરીટ નકુમ, હેમાંશુ પારેખ, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા એડવોકેટ તરીકે રોકાયોલ હતા.

(3:43 pm IST)