Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

ખૂનના ગુનામાં જામીન પર છુટી ફરાર થયેલો નવનીત લુહાર ઝડપાયો

૧૪/૪ના જામીન પુરા થયા છતાં જેલમાં હાજર નહોતો થયોઃ પેરોલ ફરલો સ્કવોડે બાતમી પરથી સોમનાથ સોસાયટીમાંથી પકડી જેલમાં રજૂ કર્યો

રાજકોટ તા. ૨૯: શહેરના ગાંધીગ્રામ ૧૫૦ ફુટ રીંગ રોડ પર સોમનાથ સોસાયટી-૩માં રહેતો નવનીત રતિલાલ હણસોરા (લુહાર) (ઉ.૨૮) હત્યાના ગુનામાં રાજકોટ જેલમાં હોઇ ત્યાંથી તા. ૬/૪ના રોજ ૯ દિવસના વચગાળાના જામીન મળતાં બહાર આવ્યો હતો. ૧૪/૪ના રોજ જામીન પુરા થવા છતાં તે જેલમાં હાજર ન થતાં તેને શોધી કાઢવા પેરોલ ફરલો સ્કવોડને ઉચ્ચ અધિકારીઓએ સુચના આપતાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. જયદેવસિંહ પરમાર, જયપાલસિંહ ઝાલા, ધીરેનભાઇ ગઢવીને બાતમી મળી હતી કે નવનીત સોમનાથ સોસાયટીમાં તેના ઘરે આવ્યો છે. તપાસ કરતાં તે ત્યાંથી મળી આવતાં અટકાયતમાં લઇ જેલમાં રજૂ કર્યો હતો. આ શખ્સ સામે વર્ષ ૨૦૧૯માં ગાંધીગ્રામ પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ થયો હતો.

એસીપી જે. એચ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ બી. કે. ખાચર, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, બકુલભાઇ વાઘેલા, બાદલભાઇ દવે, દિગ્વીજયસિંહ બાલુભા જાડેજા, મધુકાંત સોલંકી, કોન્સ. જયદેવસિંહ, જયપાલસિંહ, ધીરેનભાઇ, કિશોરદાન, મયુરસિંહ, જગદીશભાઇ, મહમદઅઝહરૂદ્દીન સહિતે આ કામગીરી કરી હતી.

(3:41 pm IST)