Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

જીલ્લા રજીસ્ટ્રાર કચેરી ફરી ધમધમીઃ કર્મચારીઓનું અનેરૂ ટીમવર્ક

રાજકોટ, તા., ર૯: એક પુર્વ કર્મચારી દ્વારા થયેલી ફરીયાદ અન્વયે શુક્રવારે કોર્ટ દ્વારા જપ્તીના આદેશના અમલીકરણને કારણે શુક્રવારે બપોરે જીલ્લા રજીસ્ટ્રાર કચેરીનું કામકાજ અટકી ગયું હતું. પરંતુ કર્મચારીઓના અનેક ટીમવર્કને કારણેઆજે ફરી એક વખત આ કચેરી ફરી ધમધમતી થઇ ગઇ છે અને લોકોના કામ ફરી થવા લાગ્યા છે.

અત્રે એ નોંધનીય છે કે કોર્ટના બેલીફ દ્વારા રૂ. ૧૮ લાખજેવી રકમ વસુલવા શુક્રવારે જપ્તીની કાર્યવાહી થઇ હતી. જે અંતર્ગત મુવેબલ પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી હતી. જેમાં કોમ્પ્યુટરએ કોઇ પણ કચેરીનું હ્ય્દય હોય છે જે કોર્ટ લઇ જતા એવી દહેશત હતી કે સોમવારે પણ આ કચેરીનું કામકાજ થઇ શકશે નહી. પરંતુ કર્મચારીઓએ એકતા અને ઓફીસ પ્રત્યેની નિષ્ઠા દાખવી કોમ્પ્યુટરોની વ્યવસ્થા કરી લેતા આ કચેરીમાં આજે ફરી રાબેતા મુજબનું કામ શરૂ થઇ ગયું છે. કર્મચારી વર્ગ માને છે કે કોર્ટ તેનું કામ કરે પરતુ આના કારણે પબ્લીકને કોઇ મુશ્કેલી પડવી ન જોઇએ.

(3:38 pm IST)