Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

વલ્લભાખ્યાન કથાનો પ્રારંભ : કાલે મહાપ્રભુજી પ્રાગટયોત્સવ - શોભાયાત્રા

રાજકોટ : શ્રીમદ્દ વલ્લભાચાર્ય મહાપ્રભુના ૫૪૨ માં પ્રાગટય ઉત્સવ ઉપક્રમે વાણીયાવાડીમાં જલજીત હોલ સામેના આર.એમ.સી. મેદાન ખાતે શનિવારથી શ્રી વલ્લભાખ્યાન કથા દ્વીતીય સત્રનું સપ્તગૃહ શ્રી મદન મોહનલાલજી હવેલી લક્ષ્મીવાડી દ્વારા કરવામાં આવેલ છે. પ્રથમ દિવસે પૂ.પા.ગો. શ્રી વ્રજેશકુમાર મહારાજની અધ્યક્ષતમાં અને યુવરાજ પૂ.પા.ગો. શ્રી અનિરૂધ્ધલાલ મહોદયના સાનિધ્યમાં હજારો વૈષ્ણવોની ઉપસ્થિતીમાં પોથીયાત્રા નામ સંકીર્તન સાથે નિકળી હતો. પોથીજી મંચ પર પધરાવી આચાર્ય સ્વરૂપો દ્વારા માલ્યાર્પણ પૂજન કરાયા બાદ મનોરથી પરીવારો અને કિર્તનકારો દ્વારા વધાઇ ગાન સાથે આચાર્ય સ્વરૂપો અને જનાના સ્વરૂપોને માલ્યાર્પણ સાથે વંદન કરાયા હતા. કથાના મુખ્ય વકતા પૂ.પા.અ.સૌ. દિપશીખા વહુજીએ વ્યાસપીઠ સંભાળી વલ્લભાખ્યાનના સમન્વય શુધ્ધાદ્વેત સોડસગ્રંથ અષ્ટસખાના કીર્તનો પર આગી શૈલીમાં રસપાન કરાવ્યુ હતુ. દરરોજ બપોરે ૪ થી ૭ કથા શ્રવણ કરાવાશે. કાલે તા. ૩૦ ના અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરૂ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૨ માં પ્રાગટય દિવસના ઉપલક્ષ્યમાં હજારો વૈષ્ણવો કીર્તનકારો સાથે વિશાળ શોભાયાત્રા શ્રી મહાપ્રભુજીના ચિત્રજીને સુખપાલમાં પધરાવી વાજતે ગાજતે મદનમોહનજીની હવેલી લક્ષ્મીવાડી મેઇન રોડ ખાતેથી સાંજના ૯ વાગ્યે પ્રારંભ થઇ કથા સ્થળે પહોંચશે. વધાઇ કિર્તનગાન થશે. શ્રી મહામપ્રભુજીના પ્રાગટય ઉત્સવમાં પૂ.પા.ગો.શ્રી રસિકરાયજી મહારાજ (ઉપલેટા-રાજકોટ), પૂ.પા.ગો.શ્રી અનિરૂધ્ધલાલજી મહોદય શ્રી (મદનમોહનજી હવેલી), પૂ.પા.ગો.શ્રી પુરૂષોતમલાલજી મહારાજ (રસકુંજ હવેલી), પૂ.પા.ગો.શ્રી ગોપેશકુમારજી મહોદય (રસકુંજ હવેલી), પૂ.પા.ગો.શ્રી રમણેશકુામરજી મહોદય (શ્રીકૃષ્ણાશ્રય હવેલી) નું સાનિધ્ય પ્રાપ્ત થશે. વધુને વધુ સંખ્યામાં વૈષ્ણવો ધર્મપ્રેમીજનોએ સામેલ થવા ગોવિંદભાઇ દાવડા, હિતેશભાઇ રાજપરા, સુખલાલભાઇ માંડલીયા, સુભાષભાઇ માંડલીયા, સુભાષભાઇ શીંગાળા, હર્ષદભાઇ ફીચડીયા, નવિનભાઇ ચંદેની યાદીમાં જણાવાયુ છે.

(3:37 pm IST)