Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

રૈયા ગામે જર્જરીત સમાધીના જીર્ણોધ્ધાર નિમિતે દશનામ ગોસ્વામી- વૈષ્ણવ સાધુ- રાવળદેવ સમાજ દ્વારા કાલેથી ભાગવત કથા

કે.પી.બાપુના વ્યાસાસને કાલથી થશે કથાનો પ્રારંભઃ મોરારીબાપુ પધારશેઃ સંતો- મહંતો આશીર્વચન પાઠવશેઃ કથા દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો

રાજકોટ,તા.૨૯: શહેરના રૈયા રોડ ઉપર રૈયા ગામે સમાધિ સ્થાને આવેલ જર્જરીત સમાધીના જીર્ણોધ્ધાર નિમિતે શ્રી દશનામ ગોસ્વામી સમાજ, માર્ગી- વૈષ્ણવ સાધુ સમાજ અને રાવળદેવ સમાજ દ્વારા આવતીકાલ તા.૩૦ના મંગળવારથી તા.૬મે સુધી બપોરે ૩ થી ૭ દરમ્યાન શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

શ્રીમદ્દ ભાગવત કથામાં વકતા શ્રી કલ્પેશપુરી બાપુ (કે.પી.બાપુ મો.૯૬૦૧૩ ૬૩૨૬૩) વ્યાસાસને બિરાજી કથાનું સંગીતમય રસપાન કરાવશે. દિપપ્રાગટય પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનોના હસ્તે થશે.

કથામાં ઉજવાતા પાવનકારી પ્રસંગો કપિલ ભગવાન જન્મોત્સવ તા.૧બુધવાર, નૃસિંહ પ્રાગટ્ય તા.૨ ગુરૂવાર, શ્રીરામ- કૃષ્ણ જન્મોત્સવ તા.૩ શુક્રવાર, કથા શ્રવણ તા.૪ શનિવાર, રૂક્ષ્મણી વિવાહ તા.૫ રવિવાર, કથા- વિરામ તા.૬ સોમવારે થશે. કથા દરમ્યાન દરરોજ સાંજે ૮ વાગ્યાથી રાખેલ છે.

કથા દરમ્યાન તા.૨ના પરસોતમપુરીબાપુ ગોસ્વામી, અરવિંદભારથી ગોસ્વામી, પુનમબેન ગોંડલીયા, કરિશ્માબેન દેશાણી, દેવદાનભાઈ ગઢવી, દાદભા ગઢવી, જીતુ બગડા (ઉસ્તાદ), તા.૪ના ધીરૂભાઈ સરવૈયા, ખીમજીભાઈ ભરવાડ, રૂપલબેન ગોસ્વામી, નીતિનગીરીબાપુ, વજુગીરીબાપુ, જનકગીરી ગોસ્વામી, માયાબેન દુધરેજીયા તથા તા.૬ નીરંજનભાઈ પંડ્યા હરસુખગીરી ગોસ્વામી (સીકાસાવાળા), યોગેશપુરી ગોસ્વામી, ભગવતીબેન ગોસ્વામી, ગોવિંદભાઈ હેરભા, જયદિપભાઈ કાનજયા, તુલસીબેન કાપડી હસમુખગીરીબાપુ (બેન્જો) સંતવાણીની રમઝટ બોલાવશે.

આયોજનને સફળ બનાવવા નટવરગીરી જી.રાધાકૃષ્ણ મંદીર મહંતશ્રી, ધીરૂભાઈબાપુ મહંતશ્રી જગંલેશ્વર મહાદેવ મંદીર, મનસુખગીરીજી. મહંતશ્રી સર્વેશ્વર મહાદેવ મંદીર, નંદકિશોરભાઈ દાણી ધારીયા, દિપક ભારથી ગોસાઈ, ભરતભાઈ ગંગારામ દાણીધારીયા, નિર્લષભાઈ દાણીધારીયા, નિતીનભાઈ દાણીધારીયા, ભરતગીરી દોલતગીરી, અનોપગીરી, ભીખુપુરી મોહનપુરી, જગદીશગીરી રતીગીરી, જનકપુરી રમણીકપુરી, મેહુલપરી વસંત પરી, હર્ષિત ગોસ્વામી, અશોકભાઈ હરીયાણી, ઉજેશભાઈ દેશાણી, બાલકૃષ્ણભાઈ ગોંડલીયા, ભરતગીરી ગોસ્વામી જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:33 pm IST)